BJP

BJP

2019ના જાન્યુઆરીમાં ભારતીય જનતા પક્ષે (BJP) લોકસભાની ચૂંટણી પહેલાં ફેસબુકને 44 પેજની એક યાદી આપી હતી. આ યાદીમાંથી કેટલાક વિશે ફરિયાદ કરીને એ પેજિસ બંધ કરવાની વિનંતી ફેસબુકને કરી હતી. એવા પેજમાં પત્રકાર રવીશ કુમાર, ભીમ આર્મી અને બીજા અમુક પેજનો સમાવેશ હતો. ફેસબુકે ભાજપની વિનંતી સ્વીકારીને એ પેજિસ બંધ કર્યા હતા. ત્યારબાદ ભાજપની ભલામણથી અગાઉ બંધ થયેલા 17 જેટલા પેજ ફરી સક્રિય કર્યા હતા.

આ પણ જુઓ : એક ‘સ્ટારે’ સુશાંતને કરિયર સમાપ્ત કરવાની ધમકી આપી હતી, વિવેક અગ્નિહોત્રીનો દાવો

ભાજપે (BJP) વિરોધ કરેલ પેજિસમાં ભીમ આર્મી ઉપરાંત વી હેટ બીજેપી પેજ, કોંગ્રેસને સપોર્ટ આપતા પેજિસ અને ધ ટ્રુથ ઑફ ગુજરાત જેવા કેટલાક પેજિસનો સમાવેશ થયો હતો. આ પેજમાં પત્રકાર રવીશ કુમાર અને સિનિયર પત્રકાર વિનોદ દુઆના પેજનો પણ સમાવેશ થયો હતો. ભાજપ તરફથી ફરિયાદ મળ્યા બાદ ફેસબુકે એ પેજિસ બંધ કર્યા હતા.  

આ પણ જુઓ : Patan : પાટણમાં યુવાનના નામે ખોટી રીતે બેંકમાં કરંટ ખાતુ ખોલાવ્યું

ભાજપે ફેસબુકને અગાઉ બંધ થયેલાં 17 પેજિસ ફરી શરૂ કરવાની વિનંતી કરી હતી. ફેસબુકે એ 17 પેજ ભૂલથી બંધ થઇ ગયા હોવાનું જણાવીને એ 17 પેજ ફરી સક્રિય કર્યા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024