Patan
પાટણ (Patan)માં ખાનગી બેંકમાં ખોટી રીતે ખાતું ખોલવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પાટણમાં આવેલી એક ખાનગી બેંકમાં યુવાનની જાણ બહાર તમામ ડોક્યુમેન્ટ જમા કરી કરંટ ખાતુ ખોલાવી તેમાં ગેરકાયદેસર ટ્રાન્ઝેક્શન કર્યું હોવાની પાટણ (Patan) એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : કાઈટ ફેસ્ટિવલમાં પતંગની સાથે 3 વર્ષનું બાળક પણ ઊંચે જતું રહ્યું
પાટણમાં ટીબી ત્રણ રસ્તા વિસ્તારમાં નીલકંઠ સોસાયટીમાં રહેતા વિપુલજી ખેગારજી ઠાકોરના જરૂરી દસ્તાવેજ પુરાવા જેવા કે આધારકાર્ડ, પાનકાર્ડની નકલો, પાસપોર્ટ સાઇઝના ફોટો મેળવી તેનો ગેરરીતે ઉપયોગ કરી એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં કોઈ અજાણ્યા શખ્સે કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું.
આ પણ જુઓ : એક ‘સ્ટારે’ સુશાંતને કરિયર સમાપ્ત કરવાની ધમકી આપી હતી, વિવેક અગ્નિહોત્રીનો દાવો
એટલુંજ નહિ વિપુલજીના નામની ખોટી સહી કરી ખોટી પેઢી ઊભી કરી નગરપાલિકામાંથી ગુમાસ્તાધારાની પ્રમાણપત્ર અને વ્યવસાય વેરાની પાવતીઓ પણ મેળવી હતી. અજાણ્યો શખ્સ પાલિકામાં ગુમાસ્તા સહિતનાં કાગળો ક્યાંથી લાવ્યો તે સવાલ ઉઠ્યો છે. જેની તપાસ અધિકારી એલ.સી.બી પાટણ પી.એસ.આઇ એ.બી. ભટ્ટ ચલાવી રહ્યા છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.