Delhi Capitals

IPL ની 13મી સીઝનમાં દિલ્હી કેપિટલ (Delhi Capitals) માટે 29 સપ્ટેમ્બરની તારીખ સારી નહોતી. ટીમને પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 15 રનની પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ધીમા ઓવર રેટ માટે કેપ્ટન શ્રેયસ અય્યરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

આ સિઝનમાં, અય્યર બીજો કેપ્ટન છે, જેને ધીમી ઓવર રેટ દંડ ચૂકવવો પડશે. અગાઉ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) ના કેપ્ટન વિરાટ કોહલીને કિંગ્સ ઇલેવન પંજાબ સામેની મેચમાં પેનલ્ટીનો સામનો કરવો પડ્યો હતો.

29 સપ્ટેમ્બરે દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ની ટીમને આઈપીએલની આ સીઝનમાં પહેલીવાર હારનો સામનો કરવો પડ્યો. દિલ્હીને ડેવિડ વોર્નરની સનરાઇઝર્સ હૈદરાબાદ એ મ્હાત આપી. દિલ્હી કેપિટલ્સે આ પહેલાની બંને મેચો જીતી હતી.

અય્યરે ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે નિર્ધારિત 20 ઓવરમાં ચાર વિકેટે 164 રન બનાવ્યા હતા. જોની બેયરેસ્ટોએ 53, ડેવિડ વોર્નરે 45 અને કેન વિલિયમ્સને 41 રન બનાવ્યા. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 147 રન જ બનાવી શકી.

અય્યર આ મેચમાં 21 બોલમાં 17 રન બનાવી શક્યો હતો. દિલ્હી કેપિટલ્સએ 20 ઓવરનો પોતાનો ક્વોટા પૂર્ણ કરવા નિર્ધારિત સમય કરતા 23 મિનિટ વધુ સમય લીધો હતો

Delhi Capitals માટે સ્લો ઓવર રેટનો આ પહેલો મામલો નથી. ટીમ હૈદરાબાદની સામે હારી જતાં શિખરનું સ્થાન ગુમાવી દીધું છે. પોઇન્ટ ટેબલમાં દિલ્હી કેપિટલ્સ બીજા નંબર પર આવી ગયું છે. 

Delhi Capitals ની આગામી મેચ 3 ઓક્ટોબરે શારજાહમાં કોલકાતા નાઈટ રાઇડર્સ (કેકેઆર) સામે છે. આઈપીએલની પ્રેસ રિલીઝ મુજબ જણાવાયું છે કે, ‘આઈપીએલની આચારસંહિતા હેઠળ આ તેમનો પ્રથમ સ્લો ઓવર-રેટ કેસ છે, ત્યારબાદ અય્યરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.’

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024