Shrey

  • અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ માટે ફાળવાયેલી શ્રેય હોસ્પિટલ (Shrey Hosspital) માં ગત મોડીરાત્રે એક મોટી દુર્ઘટના સર્જાઈ છે.
  • ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ભીષણ આગ લાગતા 8 દર્દીઓના દુખદ મોત નીપજ્યાં છે.
  • શ્રેય હૉસ્પિટલમાં (Shrey Hosspital) ચોથેમાળે આવેલા ICU માં આગ લાગતા દર્દીઓ બળીને ભડથુ થઇ ગયા છે.
  • આ ગોઝારી ઘટનામાં રાજ્યનાં મુખ્યમંત્રીએ 3 દિવસમાં તપાસ કરીને તાત્કાલિક આપવા માટે આદેશ કર્યો છે.
  • આ સાથે પીએમઓએ ટ્વિટ કરીને જણાવ્યું છે કે, PM ફંડમાંથી મૃતકોને બે લાખ અને ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાયની જાહેરાત કરી છે.
  • દુર્ઘટનાની તપાસ માટે રાજ્યના વરિષ્ઠ IAS અધિકારી ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની નિયુક્તિ કરી છે.
  • CM રૂપાણીએ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલ શ્રેય હોસ્પિટલ (Shrey Hosspital) માં આગ લાગવાની દુર્ઘટનાની અંગેની તલસ્પર્શી તપાસ 3 દિવસમાં કરીને આ ઘટના કઈ રીતે બની તેમજ તેની પાછળ જવાબદાર લોકો સહિતનો અહેવાલ રાજ્ય સરકારને તાત્કાલિક આપવા આદેશ કરેલ છે.

  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નવરંગપુરાની શ્રેય હોસ્પિટલ (Shrey Hosspital) ની આગ દુઘર્ટનામાં દુઃખદ અવસાન પામેલા વ્યક્તિઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી પ્રત્યેક મૃતકના વારસદારને મુખ્યમંત્રી રાહત નીધિમાંથી 4 લાખ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.
  • આ સાથે આ ઘટનામાં ઇજા પામેલા ઈજગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે તેવો નિર્ણય કર્યો છે.
  • અમદાવાદમાં બનેલી આ કરૂણ ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે.
  • પીએમ મોદીએ આ મામલે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત પણ કરી છે.
  • પીએમઓ દ્વારા કરવામાં આવેલી એક ટ્વિટમાં જાહેરાત કરવામાં આવી છે.
  • હૉસ્પિટલમાં દૂર્ધટનાના મૃતકોને બે લાખ તથા ઇજાગ્રસ્તને 50 હજાર રુપિયાની સહાય કરવામાં આવશે.

  • વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, અમદાવાદની હૉસ્પિટલમાં બનેલી આગની કરૂણ ઘટનાથી દુઃખી છું.
  • જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે બદલ દિલગીરી વ્યક્ત કરું છું.
  • ઈજાગ્રસ્ત વહેલી તકે સ્વસ્થ્ય થાય તેની કામના કરું છું.
  • પીએમ મોદીએ ટ્વિટમાં વધુમાં જણાવ્યું કે, આ મામલે મેં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અમદાવાદના મેયર બિજલ પટેલ સાથે વાત કરી છે.
  • તથા પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. અસરગ્રસ્તોને જરૂરી તમામ મદદ પહોંચાડવા અંગે ચર્ચા કરવામાં આવી છે.
  • આ અંગે આરોગ્ય સચિવ જયંતિ રવિ હોસ્પિટલ પહોંચ્યા હતા.
  • તેમણે જણાવ્યું હતું કે, હાલ આ ઘટનાને લઈને ખુબ જ દુ:ખ છે, પરંતુ વધુ કોઈ મોત ન થાય એની ચિંતા સતાવી રહી છે.
  • આ ઘટનામાં જવાબદારો સામે કડક પગલાં લેવાશે.
  • તમામ વસ્તુઓની તપાસ થઈ રહી છે.
  • તપાસ કરવા માટે અમે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક આવ્યા છીએ.
  • સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરાશે.
  • રાજીવ ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, આશરે સાડા ત્રણ વાગે આ હૉસ્પિટલનું આઇસીયુનું યુનિટ છે ત્યાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી.
  • આગ બુઝાવવાનાં પ્રયત્નો ત્યાંના પેરામેડિક્સ હતા તેમણે કર્યો પરંતુ આગ વધી અને દર્દીઓની દુખદ મૃત્યુ થઇ છે.
  • આ મૃતકોમાં 5 પુરૂષ છે અને 3 મહિલા છે. જે પેરામિડિકે આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો તેને ઇજા પહોંચી છે.
  • શ્રેય હૉસ્પટિલ (Shrey Hosspital) ને રાજ્ય સરકાર દ્વારા કોવિડ હૉસ્પિટલ તરીકે નોટીફાઇ કરવામાં આવી છે.
  • આ સમગ્ર ઘટનાની તપાસનાં આદેશ આપવામાં આવ્યા છે.
  • રાજ્ય સરકારનાં એડિશનલ ચીફ સેક્રેટરી, અર્બન ડેવલોપમેન્ટની આગેવાનીમાં એક સમિતિ બનાવવામાં આવી છે.
  • તે દ્વારા તપાસનાં સીએમએ આદેશ આપ્યાં છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024