Congress
પાટણ રાણીની વાવમાં સી આર પાટીલ સહિતના ભાજપના નેતાઓ ટિકિટ વગર નિહાળવનો મુદ્દો સ્થાનિક રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો.આ બાબતને લઇ વિરાસત નિહાળવા માટેના તમામ માટે નિયમો સરખા હોઈ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી (Congress) ને પત્ર લખી નેતાઓને ટિકિટના દર ભરપાઈ કરવાની માંગ કરી હતી. પરંતુ તેમના દ્વારા ટિકિટના પૈસા ન ભારત કોંગ્રેસ દ્વારા આપેલી ચીમકી મુજબ ભીખ માંગીને પૈસા ભેગા કરી પીએમ રાહત ફંડમાં જમા કરવાના હતા.
આ પણ જુઓ : Supreme Court એ એડમિશન અને નોકરીમાં મરાઠા અનામત પર લગાવી રોક
જેથી કોંગ્રેસ દ્વારા ભાજપના નેતાઓના ટિકિટના પૈસા ભરવા માટે હાથમાં ટોપલી લઇ ભિખારી બની બજારોમાં ભીખ માંગી હતી. આ રીતે ભીખ માંગીને ભાજપ સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો. ત્યારબાદ એકત્ર થયેલ રકમ પીએમ રાહત ફંડ માં જમા કરાવી ટિકિટના પૈસા ભરપાઈ કરી દેવા અપીલ કરી હતી.
આ પણ જુઓ : LG Electronics લાવી રહ્યો છે રોટેટિંગ સ્માર્ટફોન Wing
કોંગ્રેસે ગલ્લા , કટોરી અને અન્ય પાત્રો લઇ કાર્યકરો અને હોદેદારોએ ભીખ માંગી હતી. માંગેલ ભીખમાં કુલ 2287 રૂપિયા ભીખ આવી હતી. રાની કી વાવની ટિકિટ એક વ્યક્તિના 35 રૂ. લેખે 2450 રૂપિયા થાય છે. જેથી 163 રૂપિયા ઓછા પડ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.