Corona vaccine
બ્રિટનમાં આજથી આમ આદમીને કોરોનાની રસી (Corona vaccine) આપવાની શરૂઆત થઇ રહી છે તેવા અહેવાલ સામે આવ્યા હતા. ફાઇઝર અને બાયો]ટેક દ્વારા તૈયાર કરાયેલી રસીનો રોલ આઉટ આજથી બ્રિટનમાં શરૂ થઇ રહ્યો છે.
બ્રિટનની પૂરતી વાત કરીએ તો અત્યાર સુધીમાં કોરોનાથી બ્રિટનમાં 61 હજાર મોત થઇ ચૂક્યાં છે. જયારે હવે બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જ્હૉન્સને પોતાના નાગરિકોને રસી આપવાની શરૂઆત કરવાનો નિર્ણય કરી લીધો છે.
આ પણ જુઓ : ગુજરાત ભારત બંધમાં કોંગ્રેસ દ્વારા હાઈ-વે પર સળગાવ્યા ટાયર
બ્રિટને એક સપ્તાહ પહેલાં ઇમર્જન્સી માટે કોરોના રસી આપવાની દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. પોતાની નેશનલ હેલ્થ સેવા દ્વારા બ્રિટન આજથી પોતાના નાગરિકોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરી રહ્યું છે. બ્રિટન સૌ પ્રથમ પોતાના હેલ્થ વર્કર્સને રસી આપશે. બ્રિટને ફાઇઝર/બાયોએનટેકને 40 મિલિયન ડૉઝનો ઓર્ડર આપ્યો હતો. દરેક વ્યક્તિને બે ડૉઝ આપવાના હોય છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.