• ઉત્તર પ્રદેશમાં આર્થિંક તંગીને કારણે એક દંપતીએ ત્રણ બાળકોની હત્યા કર્યા બાદ આત્મહત્યા કર્યાની બાબત સામે આવી છે.
  • ઉત્તર પ્રદેશમાં શુક્રવારે સવારે એક ઘરની અંદરથી પાંચ લાશ મળી આવતા ખળભરાટ મચી ગયો હતો. પોલીસને ઘટના સ્થળેથી સૂસાઈડ નોટ પણ મળી હતી.
  • પોલીસના જણાવ્યા મુજબ સફેદાબાદમાં પ્રોપર્ટી ડીલર વિવેક કુમાર શુક્લા પોતાના પરિવારથી અલગ રહેતા હતા.
  • કેટલાક દિવસોથી તેમના ઘરમાં કોઈજ હલચલ ન થતાંબાજુના મકાનમાં રહેતી વિવેક શુક્લાની માતાએ છતથી અંદર જોયું તો વિવેક રસ્સીથી લટકતો હતો.
  • ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે જય તાપસ કરતા સૂસાઈડ નોટ મળી હતી.
  • આગળના રૂમમાં પુત્રની લાશ લોહીથી લથપથ મળી હતી. ઘટના સ્થળે ચપ્પુ મળ્યું હતું. અને એક સૂસાઈડ નોટ અંગ્રેજીમાં લખેલી હતી.
  • એક રૂમમાં વિવેકની પત્ની અને તેની બે પુત્રીઓની લાશ પડી હતી. બંને પુત્રીઓના શરીર પર ચપ્પાના નિશાન હતા.
  • પત્નીના શરીર ઉપર કોઈ ઈજા ન હોવાથી એવું લાગતું હતું કે ઝેર પીધું હશે. તદુપરાંત આંગણામાં વિવેક લટકતો મળ્યો હતો.
  • સૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, ‘અમે આર્થિક તંગીમાં જીવી રહ્યા હતા. લોકોને ઘણાં પૈસા આપવાના હતા. અમે વિચારી રહ્યા હતા કે પરિસ્થિતિ ઠીક થઈ જશે. કેટલાક દિવસોથી પ્રયત્નો પણ કરી રહ્યા હતા. પરંતુ આમાં સફળ રહ્યા ન હતા. હું મારા ત્રણ બાળકોની હત્યા કરી રહ્યો છું. જો અમે આવું ન કરીએ તો અમારા બાળકોની કોઈ દેખરેખ ન કરે. કારણ કે અમારા પરિવારમાં સંબંધો સારા નથી.’
  • પોલીસના જણાવ્યા પ્રમાણે 11 વર્ષ પહેલા વિવેકે લવ મેરેજ કર્યા હતા.
  • બે વર્ષ પહેલા ગેરેઝનું કામ શરું કર્યું હતું. હવે પ્રોપર્ટીનું કામ શરું કર્યું હતું. પહેલા મોબાઈલની દુકાન હતી.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News