couple
- અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને ત્યજી દેનાર માતા-પિતા ઝડપાયા આખરે ઝડપાઈ ગયા છે.
- દંપતી (couple) એ પાંચમાં બાળકનો જન્મ થતા સમાજની શરમના કારણે બાળકને ત્યજી દીધું હોવાનું તેઓએ તપાસમાં જણાવ્યું હતુ.
- તેમજ શાહીબાગ પોલીસે દાહોદના દંપતી (couple) ની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
- દંપતિ (couple) પોતાનું બાળક સિવિલ હોસ્પિટલમાં ત્યજીને ફરાર થઈ ગયા હતા.
- તો શાહીબાગ પોલીસે દાહોદના આ દંપતીની ધરપકડ કરી છે.
- મળતી માહિતી મુજબ, આરોપી રસુલ ચૌહાણની પત્ની સમુબેને બે મહિના પહેલા બોપલમાં એક બાળકીને જન્મ આપ્યો.
- તેમજ આ દંપતી (couple) ને અગાઉ 4 બાળકો છે અને તેમની ઉંમર પણ વધારે હોવાથી તેમને સમાજની શરમ આવી હતી કે, આ ઉંમરમાં સંતાનને જન્મ કેમ આપ્યો.
- તો આવા સંકુચિત માનસિકતાથી પીડાતા આ દંપતિએ પોતાની બાળકીને ત્યજી દેવાનો નિર્ણય લીધો હતો.
- જો કે, બાળકી અસ્વસ્થ હોવાથી વધુ સારવાર માટે શાહીબાગ સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા.
- અને હોસ્પિટલમાં આ દંપતી પોતાની બાળકીને મૂકીને ફરાર થઈ ગયા.
- પરંતુ પોલીસે આ નિર્દય માતા પિતાને શોધીને તેઓની ધરપકડ કરી હતી.
- નિર્દય અને કઠોરતા આ માં બાપની આંખોમાં છલકી રહી છે.
- તેમને પોતાની એક દિવસની બાળકીને ત્યજી દેતા એક વખત પણ વિચાર કર્યો નહિ.
- જો કે, આ મા-બાપ હવે પોલીસ ચૂંગલમાં આવી ગયા છે.
- શાહીબાગ પોલીસે બાળકીને ત્યજી દેતા તપાસ શરૂ કરી હતી.
- આ તપાસ તેમને 108 એમ્બ્યુલન્સ સુધી લઈ ગઈ. અને ત્યાર બાદ બાળકીનો જન્મ બોપલના આરોગ્ય કેન્દ્રમાં થયો હોવાનો ખુલાસો થયો હતો.
- તથા પોલીસે આરોગ્ય કેન્દ્રમાં પૂછપરછ કરતા એક જાગૃત ડોકટરના કારણે દંપતીનો મોબાઇલ મળ્યો હતો.
- કોલ લોકેશનની તપાસ દરમ્યાન પોલીસ આ નિર્દય માતા પિતા સુધી પહોંચી હતી.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow