Narmada canal

સ્થાનિક તરવૈયાઓ દ્વારા એક લાશને બહાર કાઢી જ્યારે બીજી લાશ ને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી.

પોલીસે ધટના સ્થળે પહોંચી લાશ ની ઓળખ વિધી માટે કાયૅવાહી હાથ ધરી.

પાટણ પંથકની નર્મદા કેનાલમાં અવારનવાર આકસ્મિક રીતે અથવા તો જીવનથી કંટાળેલા લોકો મોતની છલાંગ લગાવી પોતાની જીવનલીલા સંકેલી લેતાં હોય છે તો કેટલાક કિસ્સામાં પાટણ પંથક માંથી પસાર થતી નમૅદા કેનાલમાં કોઈ અજાણી લાશો તણાઈ ને આવતી હોવાનાં કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતાં હોય છે.

ત્યારે મંગળવારે વહેલી સવારે પાટણના ચંદ્રુમણા પાસેથી પસાર થતી નમૅદા ની મુખ્ય કેનાલમાં બે અજાણ્યા વ્યક્તિ ની લાશ તરતી કેનાલ માગૅ પરથી પસાર થઈ રહેલ રાહદારીઓ સહિતના ખેડૂતો ની નજરે પડતાં કેનાલ ઉપર લોકો નાં ટોળા ઉમટી પડ્યા હતા જેની જાણ પોલીસ વિભાગ ને કરી સ્થાનિક તરવૈયાઓ દ્વારા અજાણ્યા એક વ્યક્તિ ની લાશ ને કેનાલ માંથી બહાર કાઢવામા આવી હતી જયારે બીજી વ્યક્તિ ની લાશ બહાર કાઢવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે ત્યારે બનાવના પગલે પોલીસે ધટના સ્થળે દોડી આવી લાશની ઓળખ વિધી માટે કાયૅવાહી હાથ ધરી હોવાનું સ્થળ પર નાં સુત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024