પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં એક માલગાડીએ કાંચનજંગા એક્સપ્રેસને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કંચનજંગા એક્સપ્રેસના ચાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે, જેમાંથી 3 રેલવે કર્મચારી છે, જ્યારે 5 મુસાફરો છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કર્યું કે રેલ્વેએ જલપાઈગુડી ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા દરેક યાત્રીના પરિવારને 10-10 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે. ગંભીર રીતે ઘાયલોને 2.5 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે જ્યારે ઓછા ઘાયલોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે.

 

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024