Vadodara

Vadodara

વડોદરા (Vadodara) માં પણ કોરોના વાયરસના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરામાં કોરોનાના નવા સ્ટ્રેનને પહેલો કેસ નોંધાયો છે. યુકેથી વડોદરા પરત ફરેલા 27 વર્ષીય યુવકમાં કોરોનાના નવા સ્ટ્રેનના લક્ષણો જોવા મળ્યાં છે.

નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઈરોલોજી તેનો રિપોર્ટ પોઝિટિવ જાહેર કર્યો છે. હાલ યુવકને ગોત્રી હોસ્પિટલમાં વિશેષ ઓબ્ઝર્વેશન હેઠળ રખાયો છે. ગુજરાતમાં કુલ પાંચ કેસ નવા સ્ટ્રેનના નોંધાયા છે. બ્રિટનથી અમદાવાદ આવેલા ચાર દર્દીઓમાં આ સ્ટ્રેન જોવા મળ્યા હતા.

વડોદરામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. યુવકના સંપર્કમાં આવેલા લોકોની તપાસ શરૂ કરાઈ છે. તેમજ તેઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. યુકેની ગુજરાતમાં આવેલી છેલ્લી ફ્લાઈટમાં અનેક મુસાફરો આવ્યા હતા. જેમના દ્વારા ગુજરાતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રી થઈ છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024