Surendranagar

Surendranagar

રાજ્ય સરકારે ગુજરાતમાં વધતા અસામાજિક તત્વોના આતંક પર લગામ કસવા માટે ધી ગુજરાત કન્ટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઈઝ એક્ટ-2015ને લાગુ કર્યુ છે. આ કાયદા હેઠળ સુરેન્દ્રનગર (Surendranagar)માં 13 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જે જિલ્લાનો પ્રથમ ગુજસીટોક અંતર્ગત ગુનો બન્યો છે.

છેલ્લા કેટલાક વર્ષોથી સુરેન્દ્રનગરમાંથી પસાર થતાં અમદાવાદ-રાજકોટ, અમદાવાદ-કચ્છ નેશનલ હાઈવે ઉપરાંત જિલ્લાના આંતરિયાળ રોડ પર રાત્રિના સમયે પસાર થતાં વાહનોમાં લૂંટ થવાની ફરિયાદ આવતી હતી. જેમાં લૂંટારુઓ ચાલુ ટ્રક કે ટેમ્પો સહિતના વાહનોની તાડપત્રીને કાપી તેમાંથી કિંમતી માલસામાનની ચોરી કરતા હતાં.

આ પણ જુઓ : આર્મેનિયાના પીએમના પત્ની અન્ના હકોબયાન પણ યુધ્ધમાં ઉતરશે,લઇ રહ્યા છે તાલીમ

પોલીસે આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને જો કોઈ વ્યક્તિ આશરો આપશે, કોઈ સગવડતા આપશે કે તેઓની કોઈપણ પ્રકારની મદદ કરશે અથવા ચોરી કરી મેળવેલો મુદ્દામાલ ખરીદશે તો તમામની ગુનામાં મદદ કરવાના આરોપસર અટક કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે. 

આ પણ જુઓ : PM મોદીએ કોરોના વેક્સીનને લઈ કરી મોટી જાહેરાત

એલસીબીએ આ ફરિયાદોને આધારે અલગ અલગ ઓપરેશન હાથ ધર્યાં હતા. જેમા અનેક આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ વિરુદ્ધ લૂંટ, હથિયારધારા ભંગ, હત્યા, હત્યાનો  પ્રયાસ, ખંડણી, અપહરણ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024