Patan
ઉત્તર ગુજરાતમાં બ્રાહ્મણોના આસ્થા સ્વરૂપ પરશુરામ ભગવાનનું પ્રથમ મંદિર પાટણ (Patan)માં બની રહ્યું હોવાનો ટ્રસ્ટી દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.
પાટણમાં ટ્રસ્ટીઓ દ્વારા ભગવાન જગન્નાથના મંદિર પરિસરમાં ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ ભગવાન પરશુરામના મંદિરનું નિમાર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પાટણમાં પરશુરામ ભગવાનનું આરસના પથ્થરોના મંદિરના નિર્માણ માટે વિધિવત મંત્રોચ્ચાર સાથે શિલાન્યાસ કરી મંદિર બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
આ પણ જુઓ : 28 ઓક્ટોબરથી પશ્ચિમ રેલ્વે મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે
ટ્રસ્ટી પિયુષ ભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે બ્રાહ્મણોના આસ્થા સ્વરૂપ ભગવાન પરશુરામનું ઉત્તર ગુજરાતમાં મંદિર ન હોઈ સૌપ્રથમ મંદિર બનાવાનું આયોજન કરાયું છે.સમગ્ર મંદિર આરસના પથ્થરનું અને કલા કોતરણી સાથે નિર્માણ થશે.8 લાખના ખર્ચે મંદિરનું નિર્માણ થવાનો અંદાજ છે.
આ પણ જુઓ : સબ ઈન્સ્પેક્ટર નંબર વગરની કારમાં બેસીને મહિલાઓની છેડતી કરતો હતો
સોમવારે પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ, ટ્રસ્ટી પિયુષ આચાર્ય સહીત ટ્રસ્ટીગણ દ્વારા મંદિરના નિર્માણનો પ્રારંભ કરવા માટે શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. જેમાં મંત્રોચ્ચાર અને વિધિ સાથે પાયા મૂકવામાં આવ્યા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.
