FRC
- એક તરફ કોરોના મહામારીના કારણે ઘણા પરિવારો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે, તો આવી કપરી પરિસ્થિતિમાં સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ પર ફી વધારાનું ભારણ નાંખી રહ્યાં છે.
- તો કેટલીક સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે વધારની ફી પણ ઉઘરાવવામાં આવી રહી છે.
- અમદાવાદ શહેરમાં પણ સેટેલાઈટ અને થલતેજ વિસ્તારમાં આવેલી R.H.કાપડિયા સ્કૂલ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે પણ વાલીઓ પાસેથી ફી ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.
- તે પગલે ફી રેગ્યુલેટરી કમિટિ (FRC) એ આ સ્કૂલને નોટિસ ફટકારી 7 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે.
- અમદાવાદ જિલ્લા વાલી મંડળના પ્રમુખ આશિષ કંજારિયાએ R.H.કાપડિયા સ્કૂલ FRC એ નક્કી કરેલી ફી કરતા વધુ ફી ઉઘરાવતી હોવાના આક્ષેપ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી સહિત શિક્ષણ વિભાગને ફરિયાદ કરી હતી.
- આમાં જણાવ્યું હતું કે, સેટેલાઈટની R.H.કાપડિયા સ્કૂલે વાલીઓ પાસે અલગ-અલગ હેડ નીચે ધો.1ની ફી પેટે રૂ. 68 હજાર ઉઘરાવી લીધા છે, પરંતુ FRC દ્વારા આ સ્કૂલની ફી 30 હજાર મંજૂર કરી હતી.
- તો આ રીતે રૂ. 38 હજાર ફી પેટે ગેરકાયદેસર રીતે ઉઘરાવવામાં આવ્યા હતા.
- આ ઉપરાંત થલતેજની R.H. કાપડિયા સ્કૂલે પણ વાલીઓ પાસેથી ગેરકાયદેસર રીતે 13,500 રૂપિયા ફી પેટે લીધા છે.
- જેમાં સ્કૂલે વાલીઓ પાસે ધો.1માં અલગ-અલગ હેડ હેઠળ 30 હજાર રૂપિયા ફી લીધી છે, પરંતુ FRC એ આ સ્કૂલની ફી માત્ર 16,500 જ મંજૂર કરી હતી.
- R.H. કાપડિયા થલતેજ અને સેટેલાઈટની સ્કૂલમાં વાલીઓ પાસે ગેરકાયદેસર ઉઘરાવેલી ફી મામલે ફરિયાદ કરવામાં આવતા FRC એ સ્કૂલને નોટિસ ફટકારી છે
- તથા 7 દિવસમાં આ અંગે ખુલાસો કરવા આદેશ કર્યો છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow