pm kisan samman yojana
pm kisan samman yojana: પીએમ કિસાન સન્માન યોજના સરકારે 10 માં હપ્તા માટેની રકમ ખેડૂતોના ખાતાંમાં નાખવાની તૈયારી કરી લીધી છે. આ સાથે જ આ યોજનાનાની સાથે ખેડૂતોને ક્રેટીડ કાર્ડ, પીએમ કિસાન માનધન યોજના અને કિસાન આઈ કાર્ડ યોજનાનો લાભ પણ મળશે.

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 10 માં હપ્તાની રાહ જોઈને બેસેલા ખેડૂતો માટે સારા સમાચાર છે. હપ્તાની રકમ 15 ડિસેમ્બર આસપાસ ખેડૂતોના ખાતામાં આવી જશે અને સાથે સરકાર ખેડૂતોને બીજા કેટલાક લાભ આપવા પર વિચાર કરી રહી છે. આમા જે કેટલાક બીજા ફાયદાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે જે નીચે મુજબ છે.

કેન્દ્ર સરકારે ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવાની યોજનાને કિસાન સમ્માન યોજના સાથે જોડી છે. સાથે ખેડૂતો માટે કિસાન ક્રેડિટ બનવામાં અસુવિધા પણ નહીં થાય. જે ખેડૂતોને પીએમ કિસાન સમ્માન સ્કીમનો લાભ મળે છે તેઓને પૂરો લાભ આપવામાં આવશે રિપોર્ટ્સ અનુસાર સરકારની યોજનાથી એક કરોડ વધુ ખેડૂતોને સામેલ કરવાની તૈયારી થઈ રહી છે.

પીએમ કિસાન સમ્માન યોજનાના આંકડાઓના આધારે સરકારે ખેડૂતો માટે એક વિશેષ યોજના એટલે કે એક વિશેષ પ્રકારના આઈડી કાર્ડ બનાવવા વિચારણા કરી છે. આ યોજના અંતર્ગત ખેડૂતો દ્વારા દર્શાવવામાં આવેલા આંકડાઓના આધારે જ આ આઈડી કાર્ડ તૈયાર કરવામાં આવશે.

કિસાન સમ્માન યોજનાના લાભ લેનાર ખેડૂતોને તેમના દસ્તાવેજો અલગથી જમા નહીં કરાવવા પડે અને કોઈ ખર્ચ નહીં કરવો પડે. પીએમ કિસાન સમ્માન યોજના અંતર્ગત જે રાશિ ખેડૂતોના ખાતામાં આવશે તે સીધા જ પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં નાખવામાં આવશે સરકાર પાસે ખેડૂતોનો પૂરેપૂરો ડેટ પહેલેથી જ રહેલો છે.