Patan news

પાટણ જિલ્લા અને તાલુકા પેન્શનર મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓ સંદર્ભે કલેકટર ને આવેદનપત્ર સુપ્રત કર્યું..

રાજ્ય સરકાર દ્વારા પેન્શનરોની પડતર માંગણીઓ સંતોષવાની જગ્યાએ તેઓ તરફ રખાતા ઓરમાયા વર્તન ને લઈને ગુરૂવારના રોજ પાટણ જિલ્લા અને તાલુકા પેન્શનર મંડળ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા અને તાલુકા પેન્શનર મંડળ દ્વારા જિલ્લા કલેક્ટરને અપાયેલા આવેદનપત્રમાં તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા પેન્શનરો તરફ ઓરમાયુ વર્તન રાખવામાં આવી રહ્યું છે. covid-19 મહામારી દરમિયાન જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે પેન્શનરોને મળતી મોંઘવારીની રાહત રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરી પેન્શનરોને આર્થિક રીતે મુશ્કેલીમાં મુકયા છે. તો પેન્શનરો ની વધતી જતી ઉંમરને કારણે સરકારે મદદરૂપ બનવાની જગ્યાએ પેન્શનરો ની મુશ્કેલીમાં વધારો કર્યો છે.

પેન્શનરોને વધારાનું પેન્શન મંજુર કરવા સહિતની રૂપાંતરિત પેન્શન કપાત 15 વર્ષના બદલે 12 વર્ષ કરવા, તબીબી ભથ્થામાં વધારો કરવા તેમજ પેન્શનરોને કેસલેસ તબીબી સેવાઓ પૂરી પાડવા અને વર્ષ-૨૦૦૪ -૦૫ માં અમલમાં આવેલી નવી પેન્શન નિતી રદ કરી વર્ષ ૨૦૦૪ પહેલાની પેન્શન નીતિ અમલમાં મુકવા અને દેશના તમામ પેન્શનરોને એક સમાન રાષ્ટ્રીય પેન્શન અમલી બનાવવા તેમજ તા.૧૭ મી ડિસેમ્બર ને પેન્શનર ડે જાહેર કરવા, નિવૃત્તિ પછી યાત્રા ભથ્થા તરીકે એક માસનું પેન્સન મંજૂર કરવા, પેન્શનર ની આશ્રિત, વિધવા ત્યકતા કે અપરણિત પુત્રીને કેન્દ્ર નાં ધોરણે આજીવન પેન્શન આપવા સહિતના મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી.

પાટણ જિલ્લા પેન્શનર મંડળ દ્વારા આયોજીત આ આવેદનપત્ર નાં કાયૅક્રમ માં જિલ્લા અધ્યક્ષ એ.જે.પટેલ, તાલુકા અધ્યક્ષ અશ્ર્વિનભાઈ જોષી, કાનજીભાઈ પટેલ, મૂળશંકર વ્યાસ, મોહનભાઇ પટેલ,અંબાલાલ પટેલ, મણીભાઈ પટેલ, વિમળાબેન પટેલ,રાઈબેન પટેલ સહિત જિલ્લા તાલુકા પેન્શનર મંડળ નાં સભ્યો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024