Acid attack

Acid attack

ઉત્તર પ્રદેશમાં એક મહિલા પર એસિડ ફેંકવાની (Acid attack) ઘટના સામે આવી છે. ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના પચોખરા પોલીસ સ્ટેશનની હદમાં એક યુવતીએ પોતાની છેડછાડનો વિરોધ કરતાં બદમાશોએ એના પર એસિડ ફેંકતા મહિલા 23 ટકા દાઝી ગઇ હતી. એને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આ મહિલા હાલ એકલી છે. એનો પતિ કોઇ ગુનાસર જેલમાં છે. 

મહિલાએ પોલીસને કહ્યું હતું કે હું ખેતરમાં સિંચાઇનું પાણી આપીને ઘર તરફ પાછી ફરી રહી હતી ત્યારે ત્રણ ચાર બદમાશોએ મારી છેડછાડ શરૂ કરી હતી. મેં વિરોધ કરતાં મારા પર એસિડ ફેંકી નાસી ગયા હતા. ઉપરાંત આ મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે મારા પતિ અમરદીપને ખોટા કેસમાં ફસાવીને જેલમાં મોકલનારા આ જ બદમાશો હતા.

આ પણ જુઓ : અમદાવાદથી બેંગલોર જતી ખાનગી ટ્રાવેલ્સ બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

ફિરોઝાબાદના પોલીસ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું કે પચોખરા પોલીસ સ્ટેશનની હદમાં એક મહિલા પર એસિડ છાંટવાની ઘટનાની જાણકારી પોલીસને મળતા પોલીસ આ કિસ્સામાં સંડોવાયેલા લોકોની તપાસ કરી રહી છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024