Gujarat

  • ગુજરાત (Gujarat) સરકારે રિક્ષાચાલકોને માટે યુનિફોર્મ નક્કી કર્યો છે.
  • રાજ્યના રીક્ષાચાલકોને કપડાં ઉપર બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન પહેરવો પડશે.
  • ગુજરાત રાજ્યના વાહન વ્યવહાર વિભાગે આ નિર્ણય લીધો છે.
  • રીક્ષાચાલકો સાથે અગાઉ આ અંગે બેઠક યોજાઈ ગઈ હોવાનો દાવો પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.
  • તેમજ આ બ્લૂ (વાદળી) કલરનો એપ્રોન રીક્ષાચાલકોને ફરજિયાત પહેરવો જ પડશે.
  • જો કે, રીક્ષાચાલક એસોસિયેશન અને સરકાર સાથેની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
Gujarat
  • Gujarat (ગુજરાત) સરકારના બંદરો અને વાહન વ્યવહાર વિભાગે એક પરિપત્ર બહાર પાડીને આ અંગે જાણકારી આપી છે.
  • આ પરિપત્રમાં વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં ઓટો રીક્ષા ડ્રાઈવર્સની સરળતાથી ઓળખાણ થાય તે હેતુસર તેમને યુનિફોર્મ પહેરવો પડશે।
  • તો મોટર વાહન અધિનિયમ 1988 તથા ગુજરાત મોટર વાહન નિયમો, 1989 અંતર્ગત ઓટો રીક્ષા ડ્રાઈવર્સ માટે અલગથી યુનિફોર્મ નક્કી કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ રહી હતી.
  • આ પગલે રાજ્ય સરકારે 16-11-2019 ના જાહેરનામાથી ગુજરાત (Gujarat) મોટર વાહન નિયમો 1989 માં સુધારો કરી જાહેર પરિવહનના વાહનોના ડ્રાઈવરોએ યુનિફોર્મ પહેરવાનો રહેશે તે મુજબની જોગવાઈ કરવામાં આવી છે.
  • ઉપરાંત પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આ અનુસંધાને ઓટો રિક્ષા ડ્રાઈવર્સનો યુનિફોર્મ નક્કી કરવા વિવિધ ઓટો રીક્ષા ડ્રાઈવર્સ એસોસિયેશન સાથે બેઠક કરવામાં આવી હતી.
  • તો આ વિવિધ બેઠકોમાં થયેલી ચર્ચા-વિચારણાના આધારે Gujarat સરકારે ઓટો રીક્ષા ડ્રાઈવર્સના યુનિફોર્મ સંબંધમાં ઠરાવ કર્યો છે.
  • આ ઠરાવ મુજબ રાજ્યના ઓટો રીક્ષા ડ્રાઈવર માટે પહેરેલા કપડાને ઉપર વાદળી કલરના એપ્રનને યુનિફોર્મ તરીકે નક્કી કરવામાં આવે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024