The highest paid salaries in these 7 countries Job ptn news

અમે આપને જણાવીએ છીએ એ દેશો વિશે જ્યાં સૌથી વધારે પગાર આપવામાં આવે છે.

કોઈક જ એવો વ્યક્તિ હશે જેને સારો પગાર ન જોઈતો હોય. દુનિયામાં જેટલા પણ લોકો નોકરી કરે છે તેઓ ઇચ્છતા હોય છે કે એમને સારું પેકેજ મળે. જો તમે પણ સારા પેકેજની આશા રાખો છો અને દુનિયામાં ક્યાંય પણ કામ કરવા તૈયાર છો, તો અમે આપણે જણાવીએ છીએ એવા દેશો વિશે જ્યાં કામ કરવા પર આપવામાં આવે છે સૌથી સારો પગાર.

1. અમેરિકા : દુનિયામાં સૌથી વધારે પગાર આપતાં દેશોમાં અમેરિકા સૌથી મોખરે છે. અમેરિકામાં 31.6 ટકા ટેક્સભર્યા બાદ એક વ્યક્તિને 41,355 ડોલર સેલેરી મળી જાય છે.

2.લક્જમબર્ગ : દુનિયાનો બીજા નંબરનો દેશ લક્જમબર્ગ છે. લક્જમબર્ગને આખા યુરોપનું આર્થિક કેન્દ્ર પણ માનવામાં આવે છે. લક્જમબર્ગને આખા યુરોપમાં સ્ટીલ માટે પણ જાણવામાં આવે છે. લક્જમબર્ગમાં એક વ્યક્તિને વાર્ષિક સરેરાશ 38,951 ડોલર સેલેરી મળે છે. આ રકમ વ્યક્તિને ત્યારે મળે છે જ્યારે એના મૂળ પગાર માંથી 37.7 ટકા ટેક્સ કાપી લેવામાં આવે છે.

3. નોર્વે : નોર્વેને દુનિયાના ધનિક દેશોમાં માનવામાં આવે છે. આનું કારણ નોર્વે પાસે રહેલા નેચરલ રિસોર્સ છે. નોર્વેમાં તેલ, હાઇડ્રો પાવર, ફિશિંગ અને મિનરલ પણ મળી આવે છે.  નોર્વેમાં કામ કરતા લોકોને જે પગાર મળે છે એમાંથી 37 ટકા ટેક્સ કાપી લેવામાં આવે છે અને ત્યારબાદ વાર્ષિક સરેરાશ 33,492 ડોલર પગાર મળે છે. નોર્વેમાં વધારે કલાક કામ કરવાના પૈસા પણ અલગથી મળે છે.

4. સ્વિઝરલેન્ડ : સ્વિઝરલેન્ડને ખૂબ જ ઉમદા દેશોમાં ગણવામાં આવે છે. આ સરકારી પારદર્શિતા, આર્થિક સધ્ધરતા અને માનવ વિકાસ માટે પણ જાણીતો છે. સ્વિઝરલેન્ડમાં કામ કરતા વ્યક્તિનો પગાર વાર્ષિક 33,491 હોય છે. અહીં અઠવાડિયામાં કામ કરવાના કલાકો પણ નિર્ધારિત હોય છે. અહીં અઠવાડિયામાં 35 કલાક જ કામ કરવું પડે છે.

5. ઓસ્ટ્રેલિયા : ઓસ્ટ્રેલિયાને ઓઇલ અને મિનરલ માટેનો દેશ માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયામાં એક વ્યક્તિને વાર્ષિક 31,588 ડોલર પગાર મળે છે. આ પગાર 27.7 ટકા ટેક્સ કાપ્યા બાદનો છે. ઓસ્ટ્રેલિયામાં અઠવાડિયામાં 36 કલાક કામ કરવું પડે છે.

6. જર્મની : બીજા દેશોની સરખામણીમાં જર્મનીમાં ઓછો પગાર મળે છે, કારણ કે જર્મનીના લોકો 49.8 ટકા ટેક્સ ભરે છે અને આ જ કારણે જર્મની આખા યુરોપનો શક્તિશાળી દેશ છે. જર્મનીમાં વાર્ષિક પગાર 31,252 ડોલર છે.

7. ઓસ્ટ્રિયા : કોઈપણ દેશમાં લોકોને કેટલું મહત્વ આપવું જોઈએ આનું સરસ ઉદાહરણ ઓસ્ટ્રિયા છે. ઓસ્ટ્રિયામાં ઉચ્ચ સ્તરની ઇન્સ્ટ્રી કામ કરે છે. ઓસ્ટ્રિયામાં ટેક્સ કાપ્યા બાદ વાર્ષિક સરેરાશ 31,173 ડોલર પગાર મળે છે. ઓસ્ટ્રિયામાં ઇન્કમ અને સોશ્યલ સિક્યોરિટી કન્ટ્રીબ્યુશન માટે 49.4 ટકા ટેક્સ આપવો પડે છે.

8. કેનેડા : સાઉદી અરબ બાદ સૌથી વધારે જેની પાસે ઓઇલ રિસર્વ છે એ કેનેડા છે. કેનેડા પાસે ઝીંક, યુરેનિયમ,ગોલ્ડ, નિકેલ અને એલ્યુમિનિયમનો મોટો ભંડાર છે. કેનેડામાં ટેક્સ કાપ્યા બાદ વાર્ષિક સરેરાશ પગાર 29,365 છે. અહીં 31 ટકા ટેક્સ કાપવામાં આવે છે અને અઠવાડિયામાં 36 કલાક કામ કરવું પડે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024