આ 6 વસ્તુનો ઉપયોગ તમે રોજ કરો છો, પણ આનો સાચો ઉપયોગ જાણો છો ? PTN News

પોસ્ટ કેવી લાગી?

ઘણીવાર એવું જોવા મળે છે કે આપણે ઘર, ઓફીસમાં કેટલીક ચીજોનો ઉપયોગ કરીએ છીએ પણ આ ચીજોનો સાચો ઉપયોગ નથી જાણતાં. કેટલીક એવી ચીજો પણ હોય છે જેનો એકથી વધારે વાર ઉપયોગ પણ કરી શકાય છે પણ આપણે એ પણ નથી જાણતાં. તો આવો અમે જણાવીએ છીએ આવી કેટલીક ચીજો વિશે.

1. મેકઅપની બોટલ પર લખેલ કોડ:

મેકઅપની બોટલ પર આપે સિમ્બોલ જોયા હશે પણ એનો અર્થ તમને ખબર નહીં હોય. આ સિમ્બોલ ખુલતા ડબ્બાની જેમ હોય છે અને વચ્ચે 6M, 12M, 24M લખેલ હોય છે. વાસ્તવમાં આ તમારા મેકઅપની સેલ્ફ લાઈફ છે.

2. આઈફોનના લેન્સ અને ફ્લેશમાં નાનકડું કાણું:

જો તમે આઈફોન યુઝર છો અને તમારી પાસે લેટેસ્ટ ફોન છે તો તમેં જોઈ શકશો કે લેન્સ અને ફ્લેશ વચ્ચે એક નાનકડું કાણું હોય છે. વાસ્તવમાં એ એક માઇક્રોફોન હોય છે. બેટર રિઝલ્ટ માટે અને સાઉન્ડ કેપ્ચર કરવા માટે તથા સારી ક્વોલિટીના ઓડિયો વીડિયો રેકીર્ડ કરવા માટે ઉપયોગ થાય છે.

 

3. સ્ટેપલરની પાછળ મેટલ પ્લેટ:

આપણે સ્ટેપલરનો ઉપયોગ ક્લીપ મારવા માટે કરીએ છીએ અને આપે જોયું હશે કે સ્ટેપલરની પાછળ એક મેટલ પ્લેટ હોય છે અને આ મેટલની પ્લેટનો ઉપયોગ સ્ટેપલ કરેલ ક્લીપને કાઢવા માટે થાય છે.

4. Exacto નાઈફ પર કવર:

તમે પણ Exacto નાઈફનો ઉપયોગ જરૂર કર્યો હશે. થર્મોકોલ કાપવા, પેપર કાપવા કે પછી કાર્ટૂન કાપવા માટે. પણ આપણા માંથી ખૂબ ઓછાને ખબર છે કે જો નાઈફની ધાર પુરી થઈ જાય તો નાઈફના આગળના ભાગની ધાર તોડીને નવી બનાવી શકીએ છીએ.

5. એલ્યુમિનિયમ રેપ અથવા પ્લાસ્ટિકની ડોલની સાઈડમાં બનાવેલ ટેબ:

આ ટેબ એટલે કે કટ માર્ક ડબ્બાના બન્ને બાજુ બનેલ હોય છે અને જ્યારે પણ આપણે કોઈપણ પ્રકારના રોલનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ડબ્બો રગળીને આમ તેમ જાય છે. આ ટેબને બન્ને બાજુથી દબાવીને જો ફોઈલને અંદર રાખીએ અને રોલ કરીએ તો એલ્યુમિનિયમ ફોઈલ ક્યાંય નહિ જાય અને આપણે તેનો સાચો ઉપયોગ પણ કરી શકીશું.

6. લોલીપોપની સ્ટીકમાં વચ્ચે બનેલ કાણું:

આપે બાળપણમાં લોલીપોપ તો ખાધો જ હશે અને લોલીપોપ ખાધા પછી એની સ્ટીકમાં વચ્ચે કાણું હોય છે તો ત્યારે આપણને લાગતું કે આ સીટી વગાડવા માટે છે ? તો ના, જ્યારે લોલીપોપ બને છે ત્યારે તેમાંનો કેટલોક ઓગળેલ ભાગ એ કાણામાં જાય છે અને આ કારણે લોલીપોપ સ્ટીકથી ચોંટીને રહે છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.
જો તમને આ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો અન્ય મિત્રો સાથે SHARE કરજો.

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures