IAS
- UPSC ની તૈયારી કરનારા વિધાર્થીઓ માટે સારા સમાચાર આવ્યા છે.
- તો Gujarat University (ગુજરાત યુનિવર્સિટી) કેમ્પસના વિદ્યાર્થીઓ હવેથી યુપીએસસી (UPSC) ની પણ તૈયારીઓ કરી શકશે.
- તે માટે એડી શોધન IAS ટ્રેનિંગ સેન્ટર ફરી શરૂ કરાશે.
- યુનિવર્સિટી અને જય ઈન્ટરનેશનલ ઓર્ગનાઈઝેશન (જીઓ)ના ઉપક્રમે આ સ્ટડી સેન્ટર Gujarat University (ગુજરાત યુનિવર્સિટી) કેમ્પસમાં શરૂ થશે.
- તો અહીં વિદ્યાર્થીઓ 24 કલાક રહીને સ્ટડી કરી શકશે.
- જો કે, શરૂઆતમાં કોરોનાના કારણે ઓનલાઈન ભણાવવામાં આવશે.
- આ પહેલા યુનિવર્સિટી કેમ્પસમાં 5થી 7 વર્ષ પહેલા એડી શોધન આઈએએસ ટ્રેનિંગ સેન્ટર શરૂ હતું।
- જે બંધ થતા હવે નવી પક્રિયા સાથે તેને ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે.
- Gujarat University ના વીસી હિમાંશુ પંડ્યાએ કહ્યું હતું કે, ઓગસ્ટ મહિનામાં આ પ્રક્રિયા શરૂ થશે.
- તેમાં સ્ટુડન્ટસની એક્ઝામ, ઈન્ટરવ્યૂના આધારે સિલેક્શન થશે.
- સપ્ટેમ્બર મહિનાથી IAS સ્ટડી સેન્ટર શરુ કરાશે.
- વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની વ્યવસ્થા પણ કરાશે.
- તો યુનિવર્સિટી બહારના વિદ્યાર્થીઓ પણ અહીં ભણી શકશે.
- આ ઉપરાંત ફી સામાન્ય વિદ્યાર્થીને પોસાય તે રીત નક્કી કરાશે.
- મળતી માહિતી મુજબ, 200 વિદ્યાર્થીઓની બેચ રહેશે જેમને રાષ્ટ્રીય કક્ષાના યુપીએસસી (UPSC) સેન્ટરના એક્સપર્ટ, સ્પીપા તેમજ ગુજરાત યુનિવર્સિટીનો સ્ટાફ ભણાવશે.
- તથા લાયબ્રેરી, લેબોરેટરી, ઈ-જર્નલ વગેરે ઉપલબ્ઘ હશે.
- તમને જાણવાનું કે, 24X7 ભણી શકે તે પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.