Housefull
હાઉસફુલ (Housefull) ફિલ્મ બોલીવૂડની સોથી સફળ કોમેડી ફિલ્મ સીરીઝમાંની એક છે. હાઉસફુલ ૪એ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડનું કલેકશન કર્યું હતું. મેકર્સ હવે હાઉસફુલની પાંચમી સીરીઝની તૈયારી કરી રહી છે.
મેકર્સના નજીકના એક સૂત્રે જણાવ્યું હતું કે, આ પાંચમી સીરીઝમાં ચોથી સીરીઝના જ કલાકારોને લેવામાં આવશે. સાજિદ હાલ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દીપિકા પદુકોણ અને લારા દત્તાએ સીરીઝના પહેલા પાર્ટમાં અભિનય કર્યો હતો. જ્યારે અક્ષય કુમાર અને રિતેશ દેશમુખ ફિલ્મના દરેક સીરીઝનો હિસ્સો રહ્યા છે.
આ પણ જુઓ : બે ટોચની કંપનીઓને રસી આપવા માટે 23 કરોડ સિરિંઝનો ઓર્ડર અપાયો
આ ફિલ્મને આઇમેકસ ફોર્મેટમાં શૂટ કરવામાં આવશે. બાહુબલી અને પદ્માવતને પણ આજ ફોર્મેટમાં શૂટ કરવામાં આવી હતી.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.