Metro train
તાજેતરમાં કેન્દ્ર સરકારના વિવિધ ખાતાના સચિવોની બેઠક યોજાઈ હતી. આ મળેલી બેઠકમાં એવું સૂચન કરાયું હતું કે દેશની પહેલી મેટ્રો ટ્રેન (Metro train) જંગી ખોટમાં ચાલી રહી હતી. કેન્દ્ર સરકારે કોલકાતાની આ મેટ્રો ટ્રેનની પોતાની ભાગીદારી વેચી દેવી જોઇએ. કોલકાતાની મેટ્રો ટ્રેન (Metro train) ભારતીય રેલવે દ્વારા સંચાલિત થાય છે. આ મેટ્રો ટ્રેન જબરદસ્ત ખોટમાં ચાલી રહી છે, જેથી આ સચિવોની બેઠકમાં સૂચન કરાયું હતું કે એમાંની સરકારી ભગીદારી વેચી દેવાની દિશામાં વિચાર કરવો જોઇએ.
આ પણ જુઓ : Pulwama ખાતે અથડામણમાં ત્રણ આતંકીઓ ઠાર મરાયા, એક જવાન શહીદ
આ બેઠકમાં નાણાં ખાતું, રહેઠાણ ખાતું, શહેરી વિકાસ ખાતું અને રેલવે ખાતાના સચિવો હાજર રહ્યા હતા. ઉપરાંત નીતિ પંચના પ્રતિનિધિ પણ આ બેઠકમાં હાજર હતા. આ સૂચન આવકાર્ય હોવા છતાં એના અમલ પહેલાં કેન્દ્ર સરકારે ખૂબ વિચાર કરવો પડશે.
આ પણ જુઓ : ટૂંકું ને ટચ : એક અઠવાડિયું નહીં જઈ શકાય માઉન્ટ આબુ
અત્યારે ભાજપની બહુમતીવાળી કેન્દ્ર સરકાર કોલકાતાની મેટ્રો ટ્રેનની ભાગીદારી વેચવાનું વિચાર તો તૃણમૂલ કોંગ્રેસની સરકાર કેન્દ્ર પર પશ્ચિમ બંગાળની પ્રજા સાથે ઓરમાયા વર્તનની ફરિયાદ કરશે. જેથી આ પરિસ્થિતિ વિધાનસભાની ચૂંટણી વખતે ભાજપ પર અસર કરી શકે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.