જમ્મુ-કાશ્મીરના પુલવામા (Pulwama)માં 14 ફેબ્રુઆરી 2019એ સીઆરપીએફના કાફલા પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ પુલવામા (Pulwama) આતંકી હુમલાના કેસમાં ચાર્જશીટ દાખલ કરી દીધી છે. NIA દ્વારા દાખલ કરાયેલા આ ચાર્જશીટ 13500 પાનાની છે. ચાર્જશીટમાં એનઆઈએએ 13 આરોપી બનાવ્યા છે. જેમાં જૈશ-એ-મોહમ્મદના સાગરિત મૌલાના મસૂદ અઝહર પણ સામેલ છે.
એક આત્મઘાતી હુમલાવરે વિસ્ફોટકથી ભરેલી કાર સીઆરપીએફના કાફલા સાથે ટકરાઈ ગઈ હતી. જેથી બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. એનઆઈએ ત્યારથી જ આ કેસની તપાસ કરી રહી હતી. હવે એનઆઈએ એ 13500 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.