BJP નેતા ગોરધન ઝડફિયાની હત્યા માટે મુંબઈથી આવેલા એક શાર્પ શૂટરની ગુજરાત એટીએસ અને ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી લીધી છે. આ પહેલા શાર્પ શૂટરે ગુજરાત ATS અને ક્રાઇમ બ્રાંચની ટીમ પર ફાયરિંગ કર્યું હતું.
આ શૂટર અમદાવાદમાં રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલમાં રોકાયો હતો. મુંબઈના શાર્પ શૂટર મોહમ્મદ શેખે અમદાવાદ એટીએસ પર ફાયરિંગ કર્યું હતું. આરોપી રિલિફ રોડ પર આવેલી વિનસ હોટલના રૂમ નં. 105 માં મોહમ્મદ રફીકના નામે હોટલમાં રોકાયો હતો. એટીએસને બાતમી મળતા તેને પકડવા માટે ગઈ હતી. દરમિયાન શાર્પ શૂટરે ટીમ પર ફાયરિંગ કર્યું હતું. જોકે, એટીએસની ટીમે તેને ઝડપી પાડ્યો છે. આ શાર્ટ શૂટર મુંબઈના ડોન છોટા શકીલનો સાગરીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ગઈ કાલે 10.10 વાગ્યે હોટલમાં આવ્યો હતો. હાલ ભાજપના નેતાની સુરક્ષામાં વધારો કરાયો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.