Madhya Pradesh

Madhya Pradesh

મધ્ય પ્રદેશ (Madhya Pradesh) વિધાનસભાની 28 બેઠકોની પેટાચૂંટણી આજથી શરુ થઇ છે. મતદાન દરમિયાન મોરેના જિલ્લામાં સુમાવલી વિધાનસભા બેઠકના રુઅર મૈના વસઇના પોલીંગ બૂથ નંબર 125 પર અસામાજિક તત્ત્વોએ ગોળીબાર કરતા એક મહિલાને ઇજા થઇ હતી.

આ ગોળીબાર માટે ભાજપના ઉમેદવાર ઐદલ સિંઘને જવાબદાર ગણાવાયા હતા. ઉપરાંત એવો આક્ષેપ કરાયો હતો કે ગોળીબારના ડરે કુશવાહા સમાજના સેંકડો મતદારો મત આપ્યા વિના ઘરભેગા થઇ ગયા હતા.

આ પણ જુઓ : કરાચીમાં હિંદુ મંદિરમાં તોડફોડ, ગણેશ અને શિવજીની પ્રતિમા તોડી

28 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, સપા, બસપા અને અપક્ષો મળીને 355 ઉમેદવારો ઊભા હતા. આ ચૂંટણીનું પરિણામ 10 નવેંબરના રોજ આવશે. આ 28 બેઠકોમાં 27 બેઠકો કોંગ્રેસની હતી પરંતુ કોંગ્રેસના સભ્યોએ રાજીનામાં આપતાં બેઠકો ખાલી પડી હતી.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024