SOP

SOP

કેન્દ્ર સરકારે સ્કૂલો-કોલેજો ખોલવાની પરમિશન આપી દીધી છે. ત્યારબાદ રાજ્ય સરકારે દિવાળી વેકેશન બાદ 20 નવેમ્બર પછી સ્કૂલો શરૃ કરવા વિચારણા હાથ ધરી છે. હાલ સરકાર દ્વારા દરેક જિલ્લામા ડીઈઓને કર્મચારીઓ,શિક્ષકો, આચાર્યો તથા વાલીઓ સહિતના સંબંધીત લોકો સાથે બેઠકો કરી અભિપ્રાયો લેવાની જવાબદારી આપવામા આવી છે.

તેમજ કોરોનાને લીધે વાલીઓના સ્થળાંતરને લઈને ઘણી સ્કૂલોમાં બાળકો ઘટતા વર્ગ ઘટાડો થાય તેમ છે પરંતુ સ્કૂલોની રજૂઆતને ધ્યાને રાખતા વર્ગ ઘટાડો નહી કરવાનો નિર્ણય લેવાયો છે.

સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરેલ દિવાળી વેકેશન સ્કૂલોમાં 18મી નવેમ્બર સુધીનું જ અપાયુ છે. દર વર્ષે દિવાળી બાદ 17 દિવસનું એટલે કે દેવ દિવાળી સુધીનું વેકેશન અપાતુ હોય છે. પરંતુ  આ વર્ષે શિક્ષકોને દિવાળી પહેલાના ૧૬ દિવસ અને પછીના ચાર દિવસ સ્કૂલોમાં વેકેશન અપાયુ છે. જેથી સરકાર દિવાળી બાદ થોડા દિવસમાં પ્રાથમિક તબક્કે ધો.11-12માં થોડા થોડા વિદ્યાર્થી બોલાવી શિક્ષણ શરૃ કરવા આયોજન કરી રહી છે. જો કે સ્કૂલો ખુલ્યા બાદ પણ કલાસમાં ભણાવવા કે હાજરી સહિતના મુદ્દે ફરજીયાત આદેશ નહી થાય. જો કે બીજી બાજુ શિક્ષકોમાં રોષ પણ ફેલાયો છે.

આ પણ જુઓ : 31મીએ PM મોદી અમદાવાદમાં સી પ્લેનનું ઉદ્ઘાટન કરશે

સરકાર દ્વારા દિવાળી વેકેશન બાદ નવેમ્બરમાં જ સ્કૂલોમાં ખોલવાના આયોજન સાથે એસઓપી (SOP) નક્કી કરવાની પ્રક્રિયા હાલ શરૃ કરાઈ છે. જે અંતર્ગત સરકારે તમામ ડીઈઓને જિલ્લા દીઠ વહિવટી કર્મચારી મંડળ, આચાર્ય મંડળ, શિક્ષક મંડળ, સંચાલક મંડળ, વાલી મંડળના પ્રતિનિધિઓ સાથે મીટિંગો કરી અભિપ્રાયો લેવાની જવાબદારી સોંપી છે. કેટલાક ફોર્મ પણ સર્વે માટે તૈયાર કરાયા છે. અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા શહેરની તમામ દસ બીટના કોઓર્ડનેટરો સાથે મીટિંગ યોજાઈ હતી. જેમાં સૂચનો લેવામા આવ્યા હતા. દરેક જિલ્લામાંથી અભિપ્રાયો આવ્યા બાદ બોર્ડ-જીસીઈઆરટી અને શિક્ષણ વિભાગ દ્વારા સરકારને રિપોર્ટ સોંપાશે અને જેના આધારે  એક ચોક્કસ એસઓપી નક્કી કરાશે.

આ પણ જુઓ : 28 ઓક્ટોબરથી પશ્ચિમ રેલ્વે મુંબઇ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન ચલાવશે

ડીઈઓના જણાવ્યા મુજબ અને જિલ્લાઓમાંથી મળતા સૂચનો મુજબ હાલ સામાન્ય પણે તમામનો મત છે કે થોડા થોડા વિદ્યાર્થી સાથે ધો.10-12 સ્કૂલ શિક્ષણ શરૃ કરાવી જોઈએ. જો કે વહિવટી કર્મચારી મંડળે સૂચન કર્યુ છે કે કર્મચારીઓ તમામ કામગીરી કરવા અને તકેદારી રાખવા તૈયાર છે પરંતુ શિક્ષણ વિભાગે અને આરોગ્ય વિભાગે જવાબદારી લેવી પડશે. સ્કૂલો-કર્મચારીઓ માથે કોઈ પણ બાબતે દોષનો ટોપલો ઢોળી દેવામા ન આવે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024