UK

UK

બ્રિટનમાં કોરોનાના નવા સ્ટ્રેન VUI-202012/01 જોવા મળ્યા બાદ ઘણા યૂરોપીય દેશોએ બ્રિટન (Britain) થી અવર-જવર પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઉપરાંત ભારત સરકારે પણ બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર 31 ડિસેમ્બર સુધી પ્રતિબંધ લગાવી દીધો છે.

પ્રતિબંધ બાદ ગઈકાલે બ્રિટનની છેલ્લી ફ્લાઈટ અમદાવાદઆવી હતી. આ ફ્લાઈટમાં 5 મુસાફરો કોરોના પોઝિટિવ નીકળ્યા હતા. જેથી ગુજરાત સરકારે આ મામલે કડક પગલા લેવાનો નિર્ણય કર્યો છે. UK થી ભારત આવેલા મુસાફરો માટે રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે. છેલ્લા એક મહિનામાં UKથી આવેલા તમામ મુસાફરો પર નજર રાખવા તાકીદ કરાઈ છે.

આ પણ જુઓ : ઇફકો પ્લાન્ટમાં ગૅસ ગળતર થતા 2નાં મોત, 15ની તબિયત બગડી

રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં સર્વેલન્સની કામગીરીનો આદેશ આપ્યો છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ, જે પણ મુસાફરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તેના સેમ્પલ પૂણેની લેબમાં મોકલવાના રહેશે. ત્યાં તાપસમાં જો બ્રિટનના નવા સ્ટ્રેનનું સંક્રમણ જોવા મળે તો દર્દીને જુદા આઈસોલેશન વોર્ડમાં રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024