Love jihad
અલગ અલગ રાજ્યોએ લવ જેહાદ (Love jihad) ને રોકવા માટે કાયદા બનાવ્યા છે. તેના સંદર્ભમાં બનાવેલા લવ જેહાદના કાયદા પર રોક લગાવવા માટે એક વકીલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરી છે.
સુપ્રીમ કોર્ટે લવ જેહાદના કાયદા પર રોક લગાવવાનો હાલ પૂરતો ઈનકાર કરી દીધો છે અને સાથે સાથે કોર્ટે યુપી તેમજ ઉત્તરાખંડની સરકારને નોટિસ મોકલીને ચાર સપ્તાહમાં તેના પર જવાબ માંગ્યા છે.
સુપ્રીમ કોર્ટે આજે કહ્યુ હતુ કે, આ જ પ્રકારની માંગ યુપી અને ઉત્તરાખંડની હાઈકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. તેના પરની પિટિશન પરનો ચુકાદો આવવાનો બાકી છે. આ સંજોગોમાં સુપ્રીમ કોર્ટ હાલમાં આ મુદ્દે કોઈ નિર્ણય આપી શકે તેમ નથી.
Supreme Court issues notice to Uttar Pradesh and Uttarakhand after hearing a petition challenging the laws brought by the two state governments to check unlawful religious conversions pic.twitter.com/AJRhqNFOjO
— ANI (@ANI) January 6, 2021
આ પણ જુઓ : અમદાવાદમાં 2 લૂંટ ચલાવનાર ગેંગને ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડી
પિટિશન કરનારના વકીલનુ કહેવુ હતુ કે, લવ જેહાદના કાયદાના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. રોજ લોકોને લગ્નમાંથી જ ઉઠાવી લેવાની ખબરો આવી રહી છે.