મહિલા અને બાળકી નો જીવ બચતા પરિવારજનો એ 108 ટીમ નો આભાર વ્યક્ત કર્યો..
પાટણ તાલુકાના બાદિપુર ની જોડે ભેમોસણ ગામમાં પ્રસવ પિડીત મહિલા ની પાટણ 108 ટીમે એમ્બ્યુલન્સમાં નોમૅલ ડિલિવરી કરાવી માતા અને બાળકને નવજીવન બક્ષતા પરિવારજનો એ પાટણ 108 ની ટીમ નો આભાર વ્યક્ત કર્યો હતો.
આ બાબતે મળતી માહિતી મુજબ તા.14 ફેબ્રુઆરી ની વહેલા સવારે 12:52 કલાકે પાટણ તાલુકા ના ભેમોસણ ગામે રહેતા પ્રજાપતિ મિત્તલબેન અલ્પેશભાઈ ઉંમર વર્ષ 23 નામની મહિલા ને બીજી ડિલેવરી નો દુ:ખાવો ઉપડતા પરિવાર દ્વારા 108 માં કોલ કર્યો હતો. જે પાટણ જિલ્લાની સિવિલ હોસ્પિટલ પાટણ લોકેશનની 108 ને કોલ મળતા પાયલોટ અને ઈએમટી તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને પ્રસવ વેદના ભોગવતી મહિલાને 108 મા હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.
દર્દીની 108 માં ડિલિવરી થયા પછી પણ બ્લીડિંગ થોડું થોડું ચાલુ રહેતા વધુ સારવાર માટે પાટણ સિવિલ હોસ્પિટલમાં પહોંચાડતા પરિવારજનોએ પાટણ 108 ની ટીમના Emt. વિજય રાઠોડ અને પાયલોટ ગુલાબખાન નો આભાર વ્યક્ત કર્યો હતો.