નરેન્દ્ર મોદીએ ફરી દેશના વડા પ્રધાન બનવાની ખુશીમાં ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત 2 કરોડ યુવાનોને મફત લેપટૉપ આપવાની જાહેરાત કરી છે એ મુજબનો એક સંદેશો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે.
ભ્રામક સંદેશો આપતી પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે દેશના લાખો યુવાનો સફળતાપૂર્વક ફ્રી લેપટૉપ માટે અરજી કરી ચૂક્યા છે.
ટ્વિટર અને ફેસબુક પર સેંકડો વખત આ મેસેજ સર્કુલેટ કરવામાં આવ્યો છે. આ સંદેશાની સાથે અલગ-અલગ જગ્યાઓ પર જુદીં-જુદી વેબસાઇટની લિંક આપવામાં આવી છે.
વૉટ્સએપના માધ્યમથી સંદેશ મોકલ્યો છે. તેમાં મોટાભાગના સંદેશોમાં modi-laptop.saarkari-yojna.in વેબસાઇટની લિંક આપવામાં આવી છે.
આ વેબસાઇટ પર જતા તેનાં હોમ-પેજ પર નરેન્દ્ર મોદીની તસવીર જોવા મળે છે જેની સાથે લખ્યું છે ‘વડા પ્રધાન મફત લેપટૉપ વિતરણ યોજના- 2019’.
તેની એકદમ નીચે એક ટાઇમ કાઉન્ટર આપવામાં આવ્યું છે કે જે બતાવે છે કે આ કથિત યોજનાના આવેદન માટે કેટલો સમય બચ્યો છે.
પરંતુ અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક બોગસ યોજના છે.
વાઇરલ મેસેજમાં લેપટૉપ વિતરણનો જે દાવો કરવામાં આવ્યો છે તેવી કોઈ યોજનાની ઔપચારિક જાહેરાત નરેન્દ્ર મોદી કે તેમની સરકાર દ્વારા હજુ સુધી કરવામાં આવી નથી.
મેક ઇન ઇન્ડિયા યોજના અંતર્ગત 2 કરોડ યુવાનોને મફત લેપટૉપ આપવાની વાત કહેવામાં આવી છે.
અમારી તપાસનમાં જાણવા મળ્યું કે modi-laptop.saarkari-yojna.in વેબસાઇટની જેમ modi-laptop.wish-karo-yar.tk, modi-laptop.wishguruji.com અને free-modi-laptop.lucky.al વેબસાઇટ પર પણ બોગસ યોજનાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સાથે જ આ વેબસાઇટ લિંક્સને સોશિયલ મીડિયા પર બોગસ દાવા સાથે શૅર કરવામાં આવી રહી છે.
આવી વેબસાઇટ્સને બનાવનારા લોકોનો પહેલો ઉદ્દેશ મોટાપાયે લોકોનો ડેટા એકઠો કરવાનો હોય છે અને તેનાથી પૈસા બનાવવાનો હોય છે. આવી વેબસાઇટ લોકોની નામ, ઉંમર, સ્થળ અને મોબાઇલ નંબર જેવી સામાન્ય જાણકારીઓ મેળવી લે છે અને પછી તેને એકત્રિત કરીને કોઈ માર્કેટિંગ એજન્સીને વેચે છે.”
“આ માર્કેટિંગ એજન્સીઓ બૅન્કો, ઇન્શ્યોરન્સ કંપનીઓ સહિત અન્ય સેવાઓ આપતી કંપનીઓને આ ડેટા આપે છે. ત્યારબાદ સર્વિસ પ્રોવાઇડર પોતાના ટાર્ગેટના હિસાબે પોતાના ગ્રાહકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.”
“ઘણા બધા લોકો પોતાના નામ અને ફોન નંબર શૅર કરવાને ગંભીર વાત માનતા નથી. પરંતુ તેમાં ઘણું જોખમ છે. લોકોની માહિતી એકત્રિત કરવી એ કોઈ મોટી જાળમાં ફસાવવા માટેનું પહેલું પગલું હોઈ શકે છે.”
“જોવામાં આવ્યું છે કે બોગસ વેબસાઇટ્સ બનાવતા લોકો યૂઝરનો નંબર મળ્યા બાદ તેમને મેસેજના માધ્યમથી લિંક મોકલે છે, તેમને લલચાવતી સ્કિમ જણાવે છે. પરંતુ તેનું પરિણામ એ હોય છે કે એ લિંક પર ક્લિક કરતા જ ફોન હેક થવા લાગે છે. જે તમારી પર્સનલ માહિતીને મોબાઇલમાંથી ચોરી શકે એવી કેટલીક ઍપ્લિકેશન મોબાઇલમાં અપલોડ કરવાનું કહેવામાં આવે છે.”
આ સંપૂર્ણ પ્રક્રિયા ‘એક સંગઠિત ક્રાઇમ’ છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.