Narmada
વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂરની સ્થિતિ સર્જાઈ છે. તેવામાં નર્મદા નદી (Narmada)પણ કહેર બની રહી છે. નર્મદા નદીની સપાટી વધતા તેને જોડતા ત્રણ જિલ્લાઓને અસર થઈ છે. ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામમાં પાણી ઘૂસી ગયા છે. તેમજ પાણીની સપાટી સતત વધી રહી છે.
આ પણ જુઓ : HNGU Affiliated Colleges Recruitment 2020 for various Post
આ સંજોગોમાં નર્મદા નદી (Narmada)નાં પૂરે વિનાશક રૂપ ધારણ કર્યું છે. યાત્રાધામ ગરૂડેશ્વરમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર પાણીના વહેણમાં આખું તૂટી પડ્યું છે. જેનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે. ગરૂડેશ્વર દત મંદિરની બાજુમાં આ મંદિર પાણીને કારણે તૂટી પડ્યું છે. નર્મદા નદીના કાંઠે આવેલ પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ગામમાં નર્મદાનું પાણી ઘૂસી ગયું છે. ત્યારે જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસમાં કેટલાક લોકો ફસાયા હતા જેથી NDRFની ટીમ ગેસ્ટ હાઉસ પાસે રેસ્ક્યૂ માટે પહોંચી છે.
આ પણ જુઓ : LOC પર પાક સેનાના ગોળીબારમાં નાયબ સૂબેદાર શહીદ
નર્મદા ડેમમાંથી નદીમાં 9.54 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. જળસપાટી વધતાં મલ્હારરાવ ઘાટ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. મલ્હારરાવ ઘાટ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. તંત્રએ બોટ સુવિધા બંધ કરાવતા તમામ બોટ કિનોરા લાંગરી દેવામાં આવ્યો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.