હાલમાં સામાન્ય રીતે Jeans ખૂબ જ પહેરાય છે. લગભગ કોઈ પણ ઋતુ હોય પણ Jeans છોકરા અને છોકરીઓ એમ બંને માટે ટ્રેન્ડમાં છે. Jeans ઘણી બધી જ વેરાઈટીમાં ઉપલબ્ધ છે. ક્લાસિક, પ્લેઈન સહિત અનેક પ્રકારના Jeans માર્કેટમાં ઉપલબ્ધ છે
જીન્સની સાથે શર્ટ, ટી-શર્ટ કે પછી કુરતો એમ કઈ પણ પહેરો તો તમે ટ્રેન્ડી જ દેખાવો છો. પણ જીન્સ પહેરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. એક સારૂ જિન્સ શોધવામાં યુવાઓ કલાકો વેડફે છે. આ જિન્સના અનેક પ્રકાર એવા પણ હોય છે. જે તમને નુકસાન પહોંચાડી શકે છે.
તમારી પાસે ઘણા અલગ-અલગ પ્રકારના જીન્સ હશે પણ જો તેને યોગ્ય રીતે નહિ પહેરો તો તમારી પર્સનાલીટીને નુકશાન પહોચશે.
ક્રોપ જીન્સ –
ક્રોપ જીન્સ તમારી લંબાઈ પર આધાર રાખે છે. આ પ્રકારનું જીન્સ દરેક વ્યક્તિ પર સારું નથી લાગતું. ક્રોપ જીન્સ પહેરવા માટે ધ્યાનમાં રાખવું પડે છે કે સારૂ ક્રોપ જિન્સ એને જ કહેવાય જેની લંબાઇ ઘૂંટી પરથી થોડી ઉપર હોય.
સમય પ્રમાણે જીન્સનો કલર –
આપણે કોઈ પણ સમયે કોઈ પણ જીન્સ પહેરી લેતા હોઈએ છીએ, પરંતુ ડાર્ક જીન્સ સાંજ માટે અને લાઈટર શેડના જીન્સ દિવસમાં સારો ઉઠાવ આપે છે. જીન્સ આ રીતે જ પહેરવા માટે બનાવાયાં છે.
યોગ્ય લંબાઈનું જીન્સ –
જીન્સ વ્યક્તિ માટે અનુકુળ હોવું જોઈએ. જો તમારું જીન્સ તમારા બૂટ પર આવતું હોય તો તમારે એને થોડું ટૂંકું કરાવીને યોગ્ય લંબાઈનું કરવું જોઈએ. આ સિવાય જો તમને વધુ લાંબુ જીન્સ પહેરવું ગમતું હોય તો તમારી પર્સનાલિટીનું પણ ધ્યાન રાખવું જોઇએ.
સ્કિની જીન્સ અને સ્લીમ ફીટ જીન્સ –
સ્લીમ ફીટ જીન્સ એટલે જીન્સ પર રહેલી કરચલીઓ સહેજ વળતી દેખાવી જોઇએ જ્યારે સ્કિની જીન્સમાં કરચલીઓ જરાપણ દેખાવી ન જોઇએ. જ્યારે તમે જિન્સ પહેરો ત્યારે આ બાબત હંમેશા ચેક કરવી જોઇએ. પાતળા પગ વાળી વ્યક્તિએ સ્કિની જીન્સ ન પહેરવું જોઈએ.
બેલ્ટ પહેરવો –
વાઈડ અને સ્કિની જિન્સ પહેરતા સમયે બેલ્ટ પહેરવો જોઇએ. ક્યારેક ગમતું પેન્ટ ખરીદી લીધા પછી એવું પણ બને છે કે એ તમને ફીટ નથી થતું એવા વખતે પણ બેલ્ટ પહેરવો જોઈએ. નહિ તો જીન્સ વધું પડતું ઢીલું લાગી શકે છે. જે તમારી પર્સનાલિટી પર સારું લાગતું નથી.