Bakra Eid
- કોઈપણ પશુને શણગારી એકલા કે સરઘસરૂપે જાહેર જનતાને દેખાય તે રીતે ફેરવવા તથા કુરબાની આપવા પર પ્રતિબંધ
- બકરી ઈદ (Bakra Eid) ના તહેવારની ઉજવણી સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું
- કોવિડ-૧૯ મહામારીના પગલે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા માસ્ક પહેરવું ફરજીયાત
- તા.૦૧ ઓગષ્ટના રોજ આવતાં મુસ્લિમ ધર્મનો બકરી ઈદ (Bakra Eid) (ઈદ-ઉલ-અઝા)ના તહેવાર પ્રસંગે અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવે છે.
- જાહેર કે ખાનગી સ્થળે, ગલી કે મહોલ્લામાં દેખાય તે રીતે જાનવરોની કતલથી અન્ય ધર્મ-સમુદાયના લોકોની લાગણી દુભાવાથી સુલેહશાંતિનો ભંગ થવાની સંભાવના છે.
- જેથી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
- ફોજદારી કાર્યરીતિ અધિનિયમ,૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા ફરમાવવામાં આવ્યું છે કે,
- કોઈપણ વ્યક્તિએ કોઈપણ પશુની જાહેર કે ખાનગી જગ્યામાં, શેરીઓમાં કે મહોલ્લામાં વિગેરે જગ્યાએ જાહેર જનતાને દેખાય તે રીતે કતલ કરવી નહીં.
- તેમજ કોઈપણ પ્રાણીને શણગારીને એકલા અગર સરઘસ આકારે જાહેરમાં લઈ જવા કે ફેરવવા નહીં.
- બકરી ઈદ તહેવાર નિમિત્તે કુરબારી પછી જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા નહીં.
- કોવિડ-૧૯ની મહામારી ચાલતી હોઈ તમામ વ્યક્તિઓએ ફરજીયાત માસ્ક પહેરવાનું રહશે તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે. જાહેર જગ્યામાં કોઈપણ વ્યક્તિએ થૂંકવા પર પ્રતિબંધ રહેશે.
- વધુમાં, ભારત સરકાર તથા ગુજરાત સરકારના કોવિડ-૧૯ અટકાવવા માટેના વખતોવખતના હુકમોથી આપવામાં આવેલા આદેશો તથા માર્ગદર્શક સુચનાઓને તમામે ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- આ જાહેરનામું તા.૩૧/૦૭/૨૦૨૦થી તા.૦૫/૦૮/૨૦૨૦ સુધી પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારને લાગુ પડશે.
- આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતા, ૧૮૬૦ની કલમ-૧૮૮ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.
- હાલના સમયમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તકેદારીના ભાગરૂપે તથા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પાટણ જિલ્લામાં આવેલી મોટી મસ્જીદો, ઈદગાહોમાં બકરી ઈદના તહેવાર અન્વયે મોટા પ્રમાણમાં લોકો નમાજ માટે એકત્રિત થવાનો કે ઝૂલુસ યોજવાની શક્યતા હોય તેવા ધાર્મિક આગેવાનો, ટ્રસ્ટીઓ, સંચાલકો અને મૌલવીઓને કોવિડ-૧૯ અન્વયે ભારત સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જરૂરી યોગ્ય સમજ કરવા આ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow