તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ooltah Chashmah) માં અંજલી ભાભીની ભૂમિકા ભજવનાર નેહા મહેતાની જગ્યાએ હવે આ પાત્ર સુનૈના ફૌજદાર ભજવશે. આ શોમાં રોશન સિંહ સોઢીનો રોલ નિભાવનાર અભિનેતાએ તો શો છોડ્યો જ છે. હવે અંજલી ભાભી એટલે કે નેહા મહેતાએ આ શો છોડ્યો છે. જેના બદલે એક્ટ્રેસ સુનૈના ફોજદાર હવે આ રોલ નીભાવશે

નેહા મેહતા તારક મહેતા (Tarak Mehta) ની પત્ની એટલે કે અંજલિ ભાભીનું પાત્ર ભજવતી હતી. ગોકુલ ધામ સોસાયટીના લોકો તેમને અંજલિ ભાભી કહીને બોલાવતા હતા. જો કે તેમણે આ શો કેમ છોડયો તેની પર કોઇ સ્પષ્ટ જાણકારી નથી આવી. પરંતુ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાની એક રિપોર્ટમાં આ રોલ હવે સુનૈના ફોજદાર નિભાવશે તેવો દાવો કરવામાં આવ્યો છે. 

મળતી માહિતી મુજબ, સુનૈના ફોજદારે 23 ઓગસ્ટથી જ શૂટિંગ શરૂ કરી દીધું હતું. જો કે અસલ જીવનની વાત કરીએ તો સુનૈના ફોજદાર અવાર નવાર તેના સોશિયલ મીડિયામાં બોલ્ડ ફોટો શેર કરતી રહે છે

તેમજ સુનૈના આ પહેલા અનેક જાણીતા શોનો ભાગ બની ચૂકી છે. જેમાં સંતાન, લેફ્ટ રાઇટ લેફ્ટ, લાગી તુજસે લગન, કૂબુલ હૈ, એક રિશ્તા સાઝેદારી કા, બેલન વાલી બહૂ જેવા અનેક સફળ ધારાવાહિકનું નામ સામેલ છે. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024