BJP

  • ગુજરાત BJP (ભાજપ) ના નવા પ્રમુખ તરીકે સી.આર.પાટીલની (C R Patil) પસંદગી કરવામા આવી છે.
  • નવસારીના સાંસદ સી.આર પાટીલ ભાજપના નવા પ્રદેશ પ્રમુખ બન્યા.
  • આ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ ગત ઓગસ્ટમાં જ પુરો થઈ ગયો છે.
  • જો કે ત્યાર બાદ અનેકવાર સંગઠનમાં ફેરફારોની અટકળો વહેતી થઈ હતી.
  • પરંતુ પ્રદેશ પ્રમુખ પદે સી.આર.પાટીલની નિયુક્તિ કરવામાં આવતા આ અટકળોનો આજે અંત આવી ગયો છે.
  • ગુજરાત ભાજપે (BJP) પોતાના નવા પ્રદેશ પ્રમુખની વરણી કરી લીધી છે.
  • હંમેશા ભાજપ ટીમમાં નવા ચહેરાઓને સ્થાન આપે છે.
  • તો આ વખતે જીતુ વાઘાણીની (Jitu Vaghani) જગ્યાએ સી.આર પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવવામાં આવ્યાં છે.
  • સી.આર પાટીલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી (BJP) એ એક કાર્યકર્તામાથી પ્રમુખ બનવાની તક આપી છે, તે તમામનો આભાર માનું છું.
  • આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, કોરોના એક ચેલેન્જ છે.
  • કોરોના સામે લડતા પાર્ટીની જવાબદારી પૂરી કરીશુ. ગુજરાતી નૉન ગુજરાતીનો મુદ્દો મને ક્યારેય નડ્યો નથી.
  • એક સામાન્ય કાર્યકર્તાને આટલી મોટી જવાબદારી સોંપશે તેની મને ખબર નહોતી.
  • સી.આર.પાટીલે 2009માં નવસારી લોકસભા બેઠક અસ્તિત્વમાં આવ્યા બાદ પહેલીવાર લોકસભા ચૂંટણી લડી હતી.
  • જેમાં તેમનો વિજય થયો હતો. ત્યાર બાદ 2014માં નવસારી લોકસભાની બેઠક પર ભાજપે ફરીથી સી.આર.પાટીલને ઉમેદવાર બનાવ્યા હતા.
  • તથા તેમણે કોંગ્રેસનાં ઉમેદવાર મકસુદ મિર્ઝાને 5.58 લાખ મતોની સરસાઈથી પરાજિત કર્યા હતા.
  • જેમાં સી.આર. પાટીલને કુલ 8,20,831 મત મળ્યા હતા.
  • જ્યારે મકસુદ મિર્ઝાને ફક્ત 2,62,715 મત મળ્યા હતા.
  • એટલું જ નહીં, સૌથી વધુ લીડથી જીત મેળવનાર સાંસદમાં સમગ્ર દેશમાં ત્રીજા ક્રમે રહ્યા હતા.
  • લોકસભા ચૂંટણી 2019માં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠક પર જીત મેળવી હતી.
  • જેમા નવસારીના ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલને સૌથી વધારે (689668 મત) લીડ મળી હતી.
  • સી.આર. પાટીલ કોંગ્રેસના ધર્મેશ પટેલ સામે ચૂંટણી લડ્યા હતા.
  • એમનો ક્રમ સમગ્ર દેશમાં ત્રીજો હતો. પોતાની ઓફિસમાં આઈ.એસ.ઓ. લેનાર એ સમગ્ર દેશના પ્રથમ સાંસદ છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024