GTU
- ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) ની ઓનલાઈન પરીક્ષામાં સામાન્ય સમસ્યા સર્જાઈ હતી.
- પાસવર્ડ અને રજીસ્ટર્ડ ઈન્સ્ટ્રુમેન્ટ બદલાતા વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા માટે લોગઈન ન કરી શકતા સમસ્યા સર્જાઈ હતી.
- આશરે 1 હજાર જેટલા GTU ના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષામાં ન જોડાઈ શક્યા.
- તેને કારણે 12,500 માંથી આશરે 11,500 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
- તો હવે 1 હજાર જેટલા વિદ્યાર્થીઓની આગામી દિવસમાં ફરીથી પરીક્ષા લેવાશે.
- તેમજ 17 ઓગસ્ટના રોજ બાકી રહી ગયેલા GTU ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાય તેવી શક્યતા છે.
- આજે GTU અને ડિપ્લોમાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનીકોરોના મહામારીના કારણે ઓનલાઈન પરીક્ષા લેવાઈ રહી છે.
- કોરોના મહામારીને કારણે GTU દ્વારા MCQ ફોર્મેટમાં પરીક્ષા લેવાશે.
- ઓનલાઈન પરીક્ષામાં 70 મિનિટમાં 56 MCQ પરીક્ષામાં પૂછાનાર છે.
- તથા ઓનલાઈન પરીક્ષા ડેસ્કટોપ, લેપટોપ, ટેબ્લેટ અથવા મોબાઈલ દ્વારા વિદ્યાર્થીએ આપી હતી.
- લેપટોપ અને ડેસ્કટોપમાં વિન્ડોઝ 7 અથવા તેના કરતાં ઉપરની ઓપરેટિંગ સિસ્ટમ હોવી જરૂરી હતું
- તો ટેબ્લેટમાં એન્ડ્રોઇડ 6 અથવા તેના કરતાં ઉપરનું વર્ઝન જરૂરી કર્યું હતું.
- ઉપરાંત ઓનલાઈન પરીક્ષા માટે 512 kbps ઈન્ટરનેટની સ્પીડ હોવી જરૂરી સાથે જ ફરજીયાત કેમેરો રાખવો પણ જરૂરી કર્યો હતો.
- જો કે, 512 kbps ઈન્ટરનેટ સ્પીડ ના હોય તેવા વિદ્યાર્થીઓ માટે કોલેજ દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી હતી.
- તથા ઓનલાઈન પરીક્ષા ચાલુ હોય અને ઈન્ટરનેટ ડિસ્કનેક્ટ થાય તેવી સ્થિતિમાં જ્યાંથી ડિસ્કનેક્ટ થયું હશે નેટ તે જ સ્થિતિમાં ફરી કનેક્ટ થઈ શકાશે,
- પરંતુ 70 મિનિટના સમયમાં કોઈ વધારાનો સમય નહીં ફાળવવામાં આવે.
- ઓનલાઈન પરીક્ષા ન આપવા ઇચ્છતા વિદ્યાર્થીઓ 18 ઓગસ્ટના રોજ ઓફલાઈન પરીક્ષા આપી શકશે.
- તો ઓનલાઈન અને ઓફલાઈન પરીક્ષા ના આપવા માગતા અથવા ના આપી શકતા વિદ્યાર્થીઓ માટે સપ્ટેમ્બર મહિનામાં સ્પેશિયલ પરીક્ષા ઓફલાઈન મોડમાં લેવાશે.