ISO 9001
- ગુજરાતના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આદ્યશક્તિપીઠ અંબાજી મંદિરની પ્રથમ ISO 9001 પ્રમાણપત્ર માટે પસંદગી કરાઈ છે.
- મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પરની સુવિધાઓ, પ્રસાદ-અન્ય ખાદ્યસામગ્રી તેમજ યાત્રા નિવાસ સગવડતાઓના સરળ સંચાલનનો સમાવેશ થાય છે.
- તથા આ સાથે અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે.
- ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્ટાન્ડેડાઈઝેશન ISO એ યુ.કે. બેઝ્ડ સંગઠન છે.
- જે તે સંસ્થા સંગઠનોને તેની ગુણવત્તાયુક્ત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો, સુરક્ષા સલામતીની બાબતોના મુલ્યાંકનના આધારે ISO સર્ટિફિકેટ માટે પસંદગી કરે છે.
- અંબાજી મંદીર ટ્રસ્ટે ISO 9001 – 2015 સર્ટિફિકેશન માટે યાત્રાધામ વિકાસમંત્રી દિલીપકુમાર ઠાકોર, રાજયમંત્રી વિભાવરીબેન દવેના માર્ગદર્શનમાં રજુઆત કરી હતી.
- તેની ફલશ્રતિએ ISOના માપદંડો પર અંબાજી મંદીર ટ્રસ્ટને આ સર્ટિ. પ્રાપ્ત થયું છે.
- જે ૩ વર્ષ માટે માન્ય રહેશે. દર વર્ષે સર્વેલન્સ ઓડીટ દ્વારા જે તે સુવિધાઓની ગુણવત્તામાં સુધારાની ચકાસણી થતી હોય છે.
- અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટને આ સર્ટિફિકેટ અહીં આવતા યાત્રિકોને પુજા યજ્ઞા, ર્પાિકગ, દાન-ભંડોળ, તત્કાલ તબીબી સેવાઓની ઉપલબ્ધી, પ્રસાદ વ્યવસ્થા વગેરે બાબતોની જાણકારી માટે ડેડીકેટેડ હેલ્થ સેન્ટરની સુવિધા માટે ISO 9001 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.
- તથા આ સાથે જ સાયન્ટીફીક એપ્રોચ સાથેના સી.સી.ટી.વી. સર્વેલન્સ તથા સ્ટ્રેટેજીક લોકેશન ઉપર સુરક્ષા તેમજ હાઈજેનીક આરોગ્યપ્રદ ખોરાક ભોજન પ્રસાદ જેવી સગવડતાઓમાં શ્રેષ્ઠતા માટે ISO 9001 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે.
- સૌરાષ્ટ્ર અને રાજકોટમાં યોજાતા લોકમેળાને લઈ આ મહત્વપૂર્ણ નિર્ણય
- રક્ષાબંધનના દિવસે સર્જાયો ભદ્રા યોગ,જાણો રાખડી બાંધવાના શુભ મૂહર્તો
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- PTN News App – Download Now
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Sharechat :- Follow