PI Rathava

PI Rathava

  • અમદાવાદ વાડજ પીઆઇ જીગ્નેશ રાઠવાની (PI Jignesh Rathva) અચાનક બદલી થતા શહેર પોલીસના અધિકારી અને કર્મચારીઓ પોતાના વોટ્સએપ ડીપી (DP) અને સ્ટેટ્સમાં PI Rathava ના ફોટો મૂકી આઈ સપોર્ટ યુ તેવું લખાણ લખી રહ્યા છે.
  • તેની સાથે PI Rathava ને સમર્થન આપી તેમની બદલીનો આડકતરી રીતે વિરોધ કરી રહ્યા છે.
  • તો બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ નું કહેવું છે કે, PI Rathava એ આ સંતોના ચેલાઓને પટ્ટે પટ્ટે માર્યા અને ‘આદિવાસી સંત તો હું જ છું’ તેવું ઉદબોધન કર્યું હોવાની ઓડિયો ક્લીપ સામે આવતા આ કાર્યવાહી કરાઈ છે.
  • જોકે, હકીકત શું છે તે તો એસીપીને સોંપાયેલી તપાસમાં જ સામે આવશે.
  • નોંધનીય કે, પોલીસ વિભાગમાં અનેક વાર એવુ જોવા મળતું હોય છે કે, કોઈ અધિકારીની બદલી થાય અને પોલીસ વિભાગ તેમના સમર્થનમાં આવી જાય.
  • તો આ વખતે પણ એવું જ થયું છે, વાડજ PI Rathava ની પોલિટિકલી બદલી થઈ કે તેમના વર્તનના આધારે તેમની બદલી થઈ તે કોઈ જાણતું નથી.
  • પરંતુ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ ચલાવવામાં આવી રહ્યો છે.
  • ગુજરાતના પોલીસ જવાનોએ પોતાના વ્હોટસએપ ડીપી અને સ્ટેટ્સમાં PI Rathava (પીઆઈ રાઠવા)નો ફોટો મૂકી પોતાનો વિરોધ અને લાગણી વ્યક્ત કરી છે.
  • આ બદલીથી અન્યાય થયાની ચર્ચાએ પોલીસ બેડામાં જોર પકડતા ખુદ ડીસીપી ઝોન 1 પી.એલ.માલએ પત્રકાર પરિષદ કરી ખુલાસો કરવો પડ્યો હતો.
  • વાડજ પીઆઈ જે.એ.રાઠવાએ કરફ્યુ સમયમાં પસાર થતી સંતની ગાડી રોકી અને કાર્યવાહી કરી હતી.
  • જો કે, ધારાસભ્યોના ફોન આવતાં જે તે લોકોને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દંડ લઈ જવા દેવામાં આવ્યા હતા.
  • આ મામલો પૂરો થયા બાદ તેઓની સ્પેશ્યલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી હતી.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News