BJP ના આ કોર્પોરેટર પર થયું ફાયરિંગ, જાણો સમગ્ર મામલો

પોસ્ટ કેવી લાગી?

BJP

  • ગુજરાતના BJP ના કોર્પોરેટર પર ફાયરિંગની ઘટના બનતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
  • સુરત વરાછામાં BJP ના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસીયા પર અજાણ્યા શખ્સે ફાયરિંગ કર્યું હતું.
  • તથા પોલીસને તપાસમાં કારતૂસ પણ મળી આવ્યા છે.
  • તેથી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.
  • સુરતના વરાછા વિસ્તારમાં ભાજપના નેતા પર ફાયરિંગની ઘટના સામે આવી છે.
  • મળતી માહિતી પ્રમાણે, સુરતના વરાછા વિસ્તારમાં સોમવારે સાંજે BJP ના કોર્પોરેટર 48 વર્ષીય ભરત મોનાભાઈ વઘાસીયાને ગોળી મારવામાં આવી હતી.
  • વરાછા વિસ્તારમાં આવેલા ડાહ્યા પાર્ક સ્થિત ઓફિસથી ભરત મોનાભાઈ વઘાસીયા ઘરે જઈ રહ્યા ત્યારે બાઇક પર આવેલા બે શખ્સો ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.
  • લગભગ રાતે 8.40 વાગે વરાછાની વર્ષા સોસાયટી વિભાગ-1ના વાડીવાળા રોડ પર આ ઘટના બની હતી.
  • મળતી માહિતી મુજબ, બાઈકની પાછળ બેઠેલ વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું.
  • તેમજ તેણે કોફી કલરનો શર્ટ પહેર્યો હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.
  • BJP ના કોર્પોરેટર ભરત મોનાભાઈ વઘાસીયાને પીઠના ભાગે ગોળી વાગતાં રાત્રે જ ઓપરેશન કરી ગોળી બહાર કાઢવામાં આવી હતી.
  • આ ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.
  • તથા આ મામલે વરાછા પોલીસે કારતૂસ કબ્જે કરી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
  • જોકે, હજી આ ઘટના પાછળનું કારણ જાણવા મળ્યું નથી.
  • પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તપાસ હાથ ઘરી છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Helo :- Follow
  • Sharechat :- Follow

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરોટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News

Leave a Comment

નોરા ફતેહીએ બતાવ્યો બોલ્ડ અંદાજ, Pics થયા વાયરલ Bikini-clad Shama Sikander’s Pictures From Her Dubai Vacation Chandigarh University MMS House of the Dragon’ Episode 5 release date Aisha Sharma Makes Jaws Drop With Super Sexy Pictures