- તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં નાગરિકતા સુધારા કાયદા(સીએએ) વિરુદ્ધ લોકોએ બુધવારે એક મોટી રેલી કાઢી હતી. માર્ગો પર ઉતરેલા હજારો લોકોએ કેન્દ્ર સરકારને આ કાયદો પાછો ખેંચી લેવાની અપીલ કરતાં સચિવાલય તરફ પદયાત્રા યોજી. દેખાવકારોએ પ્રદેશ સરકાર સમક્ષ એનપીઆર અને સીએએ લાગુ ન કરવાની પણ માગ કરી. આ પદયાત્રામાં મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ અને મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા. પહેલાથી નક્કી કાર્યક્રમ મુજબ આ બધા લોકો બુધવાર સવારે ચેન્નઈના વાલાજાહ રોડ પર એકઠા થયા હતા. તે પછી હજારોની સંખ્યામાં આ લોકોએ સચિવાલય તરફ રેલી કાઢી હતી.
- દેખાવોમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ. દેખાવકારોએ અહીં રોડ પર જ રાષ્ટ્રગીત ગાયું. આ રેલીને કારણે શહેરના અનેક મુખ્ય માર્ગો પર ચક્કાજામની સ્થિતિ જોવા મળી. જ્યારે સચિવાલય તરફ આ દેખાવકારોની કૂચને લીધે મોટી સંખ્યામાં સુરક્ષાદળને તહેનાત કરાયા.
- કોઈમ્બતૂર, ત્રિચી, કુડલૂર અને તિરુવન્નામલાઈમાં પણ સીએએ અંગે વિરોધ વ્યક્ત કરાયો
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News