- પાટણ શહેરમાં ભાજપના અગ્રણી નેતા અને પૂર્વ પાલિકા પ્રમુખ દ્વારા ગ્રુપમાં અશ્લીલ વિડીયો શેર કરતા ભાજપની છબી ખરડાઈ છે ત્યારે પક્ષ દ્વારા શુક્રવારે મનોજ ઝવેરીને રૂબરૂ બોલાવી ખુલાસો પૂછી તે બાબતે નિર્ણય લેવાશે.
- પાટણ શહેરમાં સોમવારે રાત્રે 11:15 ભાજપના અગ્રણી નેતા અને પાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરીએ ગ્રુપમાં 16 અશ્લીલ વિડીયો શેર કરતા ચકચાર મચી હતી.
- બીજા દિવસે વિડીયો મામલે લોકોએ મનોજ ઝવેરી સહીત ભાજપ પક્ષ પર ભારે ટિપ્પણી કરતા પક્ષની છબી ખરડાઈ હતી.
- જેને લઇ જિલ્લા ભાજપ દ્વારા બાબતને ગઁભીરતાથી લઇ પ્રદેશમાં જાણ કરી હતી અને પ્રદેશ દ્વારા નોટીશના બદલે રૂબરૂ બોલાવી તેમનો ખુલાશો લઇ કાર્યવાહી કરવા સૂચના આપતા જિલ્લા પ્રમુખ દ્વારા તેમને શુક્વારે રૂબરૂ બોલાવી ખુલાશો માટે બોલાવ્યા છે
- અને તેમની હરકત મામલે જવાબ રજૂ કરવાની તક આપી આ બાબતે પક્ષ દ્વારા શું કાર્યવાહી કરવી તે નિર્ણય લેવાશે તેવું જિલ્લા પ્રમુખ મોહન પટેલે જણાવ્યું હતું .
- પાટણના સ્થાનિક વોટ્સઅપ ગૃપમાં નેતાઓ, સંસ્થાઓની મહિલા પ્રમુખો, અધિકારીઓ અને વેપારીઓ સહિતના લોકો સામેલ છે. જેમાં સોમવારે રાત્રે 11:15 મિનિટે પાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરીના મોબાઇલ નંબર 98795 ***** વોટસએપ એકાઉન્ટમાંથી 202 એમબીના 16 અશ્લીલ વીડિયો સેન્ડ કર્યા હતા. મંગળવારે ધીમેધીમે વાત શહેરમાં પ્રસરી ગઇ હતી.
- શરમમાં મૂકાયેલા મનોજે વીડિયો મેસેજ કરી કોઇએ તેના ફોનનો દુરુપયોગ કર્યો હોવાનો લૂલો બચાવ કર્યો હતો. મનોજ ઝવેરીએ જણાવ્યું કે, હું રાત્રે લગ્ન પ્રસંગના વરઘોડામાં હતો
- દોશીવટ બજારથી હું જોડાયો હતો અને દેના બેંક પાસે પહોંચતાં સુધીમાં રાત્રે 11 કલાકના અરસામાં મોબાઇલ ખોવાયો હતો અને દેનાબેંક પાસે આવતાં શોધતા હતા, ત્યારે વરઘોડામાં કપડાં પહેર્યા હોય તેવો છોકરો મોબાઇલ તેને મળ્યો હતો તેમ કહી આપી ગયો.
- ત્યાર પછી ગૃપ એડમીનનો ફોન આવ્યો ત્યારે ખબર પડી હતી. જોકે તરત જ ગૃપમાંથી લેફ્ટ થઇ ગયો હતો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.