સેન્સેક્સ 672 અંક ઘટી 59679 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 210 અંક ઘટી 17806 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર ટેક મહિન્દ્રા, એસબીઆઈ, બજાજ ફિનસર્વ, NTPC, બજાજ ફાઈનાન્સ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટેક મહિન્દ્રા 3.01 ટકા ઘટી 1518.25 પર કારોબાર કરી રહ્યો છે. SBI 2.97 ટકા ઘટી 508.80 પર કારોબાર કરી રહ્યો છે. ટાઈટન કંપની, ટાટા સ્ટીલ, હીન્ડલકો, રિલાયન્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ટાઈટન કંપની 1.30 ટકા વધી 2515.65 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ 0.27 ટકા વધી 1302.05 પર કારોબાર કરી રહ્યો છે.
રોકાણકારો જેની સૌથી વધુ આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તે પેટીએમનો આઇપીઓ ઓપન થયાના 3 દિવસ પસાર થઇ ચૂક્યા છે. પરંતુ તેને લઇને રોકાણકારો માં કોઇ ખાસ ઉત્સાહ નથી જોવા મળ્યો ન હતો. આ IPOને 8થી 10 નવેમ્બર, 2021ની વચ્ચે 3 દિવસની બિડિંગમાં 189% સબ્સ્ક્રાઇબર મળ્યા છે. રૂ. 18,300 કરોડના પબ્લિક ઇશ્યૂને બિડર્સ તરફથી એટલો ઉત્સાહ કે પ્રતિસાદ ન મળ્યો હોવાથી તેની અસર ગ્રે માર્કેટ પર પણ પડી રહી છે. પેટીએમના શેરની ફાળવણી 15મી નવેમ્બરના રોજ થઈ શકે છે.