Jamalpur APMC
- સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારીનો કહેર છે.
- તો અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે.
- જમાલપુર એપીએમસી (Jamalpur APMC) શાકમાર્કેટના 240 હોલસેલ વેપારીમાંથી પોલીસે માત્ર 53 વેપારીને જ પરવાનગી આપતા વેપારીઓએ હડતાળ પાડી છે.
- તેને કારણે શાકભાજીની અછત સર્જાઈ શકે છે.
- રવિવારે ખૂબ ઓછી માત્રામાં શાકભાજી આવ્યા હતા
- તેમજ સોમવારથી છૂટક બજારમાં આવતાં પુરવઠા પર માઠી અસર પડી શકે છે તેમ અગ્રણી વેપારીઓનું કહેવું છે.
- અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં શાકભાજીનો સપ્લાય જમાલપુર એપીએમસી (Jamalpur APMC) શાક માર્કેટમાંથી થતો હોય છે.
- પુરવઠો ખોરવાય તો તેની અસર શાકભાજીના ભાવ પર પણ વર્તાશે અને ભાવ આસમાને પહોંચી શકે છે.
- તેમજ શાકભાજીના કાળાબજાર થવાની શક્યતા પણ નકારી શકાય નહીં.
- LRD ભરતી મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ, #में_गुजरातका_बेरोजगार ટ્રેડિંગમાં, જાણો વિગત
- LCB કોન્સ્ટેબલ પાસે 84 લાખની સંપત્તિ મળી આવી : અમદાવાદ
- જમાલપુર એપીએમસી (Jamalpur APMC) ના વેપારીઓની હડતાળને પગલે શાકભાજીના ભાવ પર અસર જોવા મળશે.
- વેપારીઓની હડતાળથી શાકભાજીના ભાવ વધવાની ભીતિ છે.
- Ampc માર્કેટમાં 159 જેટલી દુકાનો આવેલી છે.
- વેપારીઓની આજે બપોરે 01:30 વાગ્યે મુખ્યપ્રધાન અને ગૃહમંત્રી સાથે બેઠક યોજાશે.
- કોરોના વાઈરસને લઇને શહેરની જમાલપુર એપીએમસી (Jamalpur APMC) હોસલેસ શાકમાર્કેટને જેતલપુર ખાતે ખસેડાઈ હતી.
- રથયાત્રા બાદ જેતલપુરથી પરત જમાલપુર એપીએમસી શાકમાર્કેટ શરૂ કરાયું હતું.
- પરંતુ શહેર પોલીસે જમાલપુરના 240માંથી માત્ર 33 ટકા એટલે કે 53 વેપારીઓને ત્રણ ત્રણ દિવસના ગાળામાં વેપાર કરવા પરવાનગી આપી છે.
- આ ઉપરાંત વેપારીઓને રાતના 9 થી સવારના 6 વાગ્યાની પરવાનગી આપવામાં આવતાં બહારથી આવતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
- વેપારીઓ અને ખેડૂતોએ અનેક રજૂઆત કરી હતી પરંતુ પોલીસ તેમની કોઈ વાત સાંભળવા તૈયાર ન હોવાથી આખરે વેપારીઓ અને ખેડૂતોએ હડતાળ પાડવી પડી છે
- તેમજ બજારના અગ્રણીઓનું કહેવું છે કે જથ્થાબંધ બજારમાં હડતાળને કારણે સીધી અસર છૂટક વેપારીઓ પર વર્તાશે.
- Accident : સુરતના નેશનલ હાઇવે પર ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત
- Western Railway : બાંદ્રા ટર્મિનસ લુધિયાણા પાર્સલ ટ્રેન દોડાવશે
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News