Patan

પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ભારે બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સોમવારે બપોરે પાટણ શહેર સાહિત સિદ્ધપુર, રાધનપુરમાં આકાશમાં કાળા વાદળો ઘેરાયા હતા અને વરસાદ વરસવાનું શરૂ થયું હતું.

પાટણમાં આજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. પાટણમાં ગાજ વિજ સાથે વરસાદ વરસતા ઠેર ઠેર પાણી ભરાવાના દ્રસ્યો જોવા મળ્યા હતા. ચોમાસાના આગમનની સાથે જ પાટણમાં નુકસાની થઈ હતી.

પાટણમાં હાંસાપુરથી બોરસણ જવાના માર્ગ પર દિયાના હોમ્સની બાજુમાં આવેલા ખેતરમાં થ્રેસરથી બાજરી સાફ કરી રહેલા પિતા-પૂત્ર વધુ વરસાદ પડતા ખેતરમાં જ આવેલા પોતાના મકાન તરફ જતા હતા તે દરમિયાન અચાનક કડાકા સાથે વીજળી 16 વર્ષીય અમરસંગ વિનુજી ઠાકોર નામના યુવાન પર પડતા તેનું ઘટના સ્થળેજ કરુણ મોત નીપજ્યું હતું.

તો ઘટનાને પગલે આજુબાજુના રહીશો અને તેઓના સગા સબંધીયો સહીત વોર્ડ નંબર-5 ના કોર્પોરેટર અરવિંદભાઈ પટેલ દોડી આવ્યા હતા. આમ પ્રથમ વરસાદનો ખુશનુમા વાતાવરણ ઘટનાને પગલે સગા સબંધીયોના રોકકડાટથી ગમગીનીમાં ફેરવાઈ જવા પામ્યો હતો.

આમ પાટણ શહેરમાં પડેલો પ્રથમ વરસાદ ઘાતક બન્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024