પાટણ શહેરની (Patan City) કર્મભૂમિ સોસાયટી પાસેના જાહેરમાર્ગ પર છેલ્લા ઘણા સમયથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી રોડપર રેલાતાં સ્થાનિક રહીશો સહિત વાહન ચાલકો અને રાહદારીઓ આ કાયમી સમસ્યાને લઈ ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

ત્યારે સ્થાનિક રહીશો દ્વારા જો પાલિકા દ્વારા આગામી સમયમાં ભૂગર્ભ ગટરના જાહેરમાર્ગ પર ઉભરાતાં ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવામાં નહીં આવે તો સ્થળાંતર કરવાની પણ ફરજ પડવાની ચિમકી ઉચ્ચારી રહયા છે.

તો પાલિકાની ચૂંટણીમાં વોટ માંગવા આવતાં રાજકારણીઓ ચૂંટાયા બાદ આ વિસ્તારના લોકો સહિત વિસ્તારના ખબર-અંતર લેવા પણ આવ્યા ન હોવાના સ્થાનિક રહીશ દિલીપ જાદવે આક્ષોપો કર્યા હતા અને ચૂંટણીમાં જીત્યા બાદ સ્થાનિક કોપોરેટરો ગાયબ થઈ જતાં આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે અષાઢી બીજના શુભદિને પણ આ વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગ પર રેલાતાં લોકો આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા હતા.

તો આ કાયમી સમસ્યાને લઈ સ્થાનિક રહીશ દિલીપ જાદવે ભૂગર્ભના ગંદા પાણી જાહેરમાર્ગ પર રેલાતાં આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓના ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા હોવાના આક્ષોપો કરી વહેલી તકે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને જાહેરમાર્ગ પર રેલાતા ભૂગર્ભના ગંદા પાણીનો કાયમી નિકાલ લાવવાની માંગ સાથે વિનંતી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024