પ્રેમચંદભાઇ રા પરમાર હાઈસ્કૂલ થી બસ સ્ટેશન સુધી વંદે માતરમ અને જય હિંદના ગગનચૂંબી નારાઓ ગૂંજ્યા.
આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પાટણ અને પ્રેમચંદભાઈ રા પરમાર હાઇસ્કૂલ (જય ભારત સ્કૂલ)ના સંયુક્ત ઉપક્રમે સમી નગર ખાતે “તિરંગા યાત્રાનું” આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમા ભારતમાતાની પૂજા અર્ચના કરી જય ભારત હાઇસ્કૂલથી શરૂ કરી બસ સ્ટેશન સુધી નારા સાથે તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી.
“ભારત માતાકી જય” અને “વંદે માતરમ” ના ગગનચૂંબી નારાઓથી સમગ્ર વાતાવરણ દેશપ્રેમના રંગમાં રંગાઈ ગયું હતું.
તિરંગા યાત્રાએ સૌ કોઈમાં રાષ્ટ્રહિત, સમરસતા એ દેશ પ્રત્યેની પોતાના કતૅવ્યની ભાવના વ્યક્ત કરી હતી.
દેશ માટેનું સ્વાભિમાન જળવાઈ રહે તેમજ દેશપ્રેમ જાગે તેવા ઉદેશથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
જેમાં શાળાના આચાર્ય સંજયભાઇ પટેલ, ABVP ના કાર્યકર્તા રજનીભાઈ ચૌધરી, વિશ્વાસભાઇ જાદવ, મૌલિકભાઇ સથવારા તેમજ અન્ય રાષ્ટ્ર ભક્ત તથા શાળાના શિક્ષક શૈલેન્દ્રસિંહ સોઢા, બાલસંગજી ઠાકોર, અશ્વિનભાઈ કડિયા, વિપુલભાઈ પટેલ, સાહિલકુમાર વિરતીયા અને સૌ વિદ્યાર્થી, સામાજિક આગેવાન મુસ્તફાભાઇ મેમણ અને લોકો ઉપસ્થિત રહી નારા લગાવ્યા હતા.