ટ્વિટરએ તેના પ્લેટફોર્મ પર થતા ‘copypasta’ ટ્વીટ્સ અંગે એક મોટી જાહેરાત કરી છે. સૂત્રો મુજબ હવે ટ્વિટરે ‘copypasta’ ટ્વિટ્સને હાઇડ કરવાની જાહેરાત કરી છે.
Twitter Commsએ તેના ટ્વીટમાં જણાવ્યું કે ‘copypasta’માં સતત વધારો જોવા મળ્યો છે. જ્યાં કોઈ એકાઉન્ટ્સથી કોપી, પેસ્ટ અને કન્ટેન્ટની જેમ જ ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. જો હવે પ્લેટફોર્મ પર આ પ્રકારની એક્ટિવિટી જોવા મળશે તો એવા ટ્વિટ્સની વિઝિબિલિટીને ઓછી કરવામાં આવશે.
We’ve seen an increase in ‘copypasta,’ an attempt by many accounts to copy, paste, and Tweet the same phrase. 🍝🔁
— Twitter Comms (@TwitterComms) August 27, 2020
When we see this behavior, we may limit the visibility of the Tweets. https://t.co/OCVudJPXPm
રિપોર્ટ મુજબ આને લઈ Twitter એ મોબાઇલ એપમાં એક ફીચર પણ રજૂ કર્યું છે. જેમાં યુઝર્સ, પોતાના ટ્વીટને કોપી કરવાનો ઓપ્શન બંધ કરી શકે છે. જ્યારે કંપનીએ તાજેતરમાં જ ‘Retweet with quote’ ફીચર પણ લોન્ચ કર્યું હતું.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.