- અત્યાર સુધી માં નાના બાળકોથી લઇને મોટાઓને પણ સોશિયલ મીડિયાનું(મોબાઈલ)નું ઘેલુ લાગ્યું છે. ત્યારે વાલીઓ માટે લાલબત્તી સમાન એક કિસ્સો સામે આવ્યો છે. હિંમતનગરનાં કેન્દ્રીય વિદ્યાલયનાં આવાસમાં રહેતી બે સગીરાઓ ઇન્ટાગ્રામ પર મિત્ર બનેલા કિશોરને બર્થડેની સરપ્રાઇઝ આપવા માટે ઘરે કહ્યાં વગર ટ્રેનમાં હૈદરાબાદ પહોંચી હતી. આ સગીરાને ટ્રેનની ટિકિટ લેવાની આવડતી હતી જેથી તેઓ બને જાતે જ ટિકિટ લઇને કિશોરને મળવા પહોંચ્યા હતાં.
- ગત સોમવારે કેન્દ્રીય વિદ્યાલયનાં શિક્ષકોની ધોરણ 7 અને ધોરણ 10માં અભ્યાસ કરતી બે સગીર દીકરીઓ કોઇને કહ્યાં વગર ઘરેથી નીકળી હતી. કલાકો થવા છતાંપણ ઘરે ન આવતા પરિવારો ચિતીંત બન્યા હતાં. જે બાદ તેમણે બી ડિવીઝન પોલીસને જાણ કરાતા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મોટી સગીરા કે જે ધોરણ 10માં અભ્યાસ કરે છે તેને ઇન્સ્ટાગ્રામ પર હૈદરાબાદનાં કિશોર સાથે મિત્રતા કેળવાઇ હતી જેથી તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, બંને સગીરા તેના ઘરે હેમખેમ છે. જે બાગ પોલીસની એક ટીમ હૈદરાબાદ મોકલવામાં આવી છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News