Mehbooba Mufti
પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ હાલમાં જ કલમ 370 અને ત્રિરંગા પર આપેલા નિવેદનથી દેશ ગુસ્સામાં છે. ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. આ મુદ્દાને લઇ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ નારાજગી વ્યક્ત કરી.
નીતિન પટેલે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જો ભારત અને તેના કાયદા પસંદ નથી તો તેઓ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહે. નીતિન પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશની સુરક્ષા માટે નાગરિકતા સંશોધન કાયદો લાવ્યા અને તેમણે કલમ 370ની જોગવાઈઓને સમાપ્ત કરી. મહેબૂબા છેલ્લા બે દિવસથી એલફેલ નિવેદનો આપી રહ્યા છે. તેમણે હવાઈ ટિકિટ ખરીદવી જોઈએ અને પરિવાર સાથે કરાચી જતા રહેવું જોઈએ. બધા માટે એ જ યોગ્ય રહેશે.
આ પણ જુઓ : મોદી સરકારનો મોટો નિર્ણય, જમ્મુ-કાશ્મીર અને લદાખમાં જમીન ખરીદી શકાશે
નીતિન પટેલે કહ્યું કે મહેબૂબા મુફ્તી ઈચ્છે તો કરજણ તાલુકાની જનતા તેમને પ્લેનની ટિકિટ ખરીદવા માટે પૈસા મોકલી આપશે. જેમને ભારત પસંદ નથી અથવા સરકાર દ્વારા બનાવવામાં આવેલા CAA જેવા કાયદા કે કલમ 370ની જોગવાઈઓ હટાવવી પસંદ નથી તેમનું આ દેશમાં શું કામ? વડોદરાના કુરાલી ગામમાં પેટાચૂંટણી માટે ડે.સીએમ નીતિન પટેલે એક સભા સંબોધી હતી તે દરમિયાન તેમને આ કહ્યું હતું.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.